ભારતીય ક્રિકેટ બોર્ડ અને ઍર ઇન્ડિયા વચ્ચે વાર્ષિક કરારની સંભાવના

17 September, 2019 12:06 PM IST  |  નવી દિલ્હી

ભારતીય ક્રિકેટ બોર્ડ અને ઍર ઇન્ડિયા વચ્ચે વાર્ષિક કરારની સંભાવના

એર ઈન્ડિયા

ઍરલાઇન્સ ઇન્ડસ્ટ્રીમાં જેટ ઍરવેઝની નાદારીને કારણે હવે ભારતીય ક્રિકેટ બોર્ડે એના વિકલ્પરૂપે ઍર ઇન્ડિયાની સર્વિસ ફરી એક વાર શરૂ કરવાનો વિચાર કર્યો છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની સિરીઝને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ બોર્ડ અને ઍર ઇન્ડિયા વચ્ચે આ કરાર થવાની સંભાવના છે. સાઉથ આફ્રિકા સામેની હોમ સિરીઝમાં ઇન્ડિયાની ટીમ અવરજવર માટે ઍર ઇન્ડિયાની સર્વિસનો ઉપયોગ કરશે અને જો બધું બરાબર રહ્યું તો બન્ને પક્ષો વચ્ચે એક વર્ષનો કરાર થઈ શકે છે.

આ પણ વાંચો : ઍશિઝમાં ઑસ્ટ્રેલિયા બેસ્ટ ટીમ હતી : પૉન્ટિંગ

આ પહેલાં પણ ભારતીય ક્રિકેટ બોર્ડે ઍર ઇન્ડિયા સાથે ૨૦૧૬માં કરાર કર્યો હતો; જ્યારે ૨૦૧૫, ૨૦૧૭ અને ૨૦૧૮માં જેટ ઍરવેઝની સર્વિસનો ઉપયોગ કર્યો હતો.

board of control for cricket in india air india sports news Crime News south africa