વર્લ્ડ કપ ટી20માં કમબૅક કરવાની ડિવિલિયર્સની ઇચ્છા

15 January, 2020 04:16 PM IST  | 

વર્લ્ડ કપ ટી20માં કમબૅક કરવાની ડિવિલિયર્સની ઇચ્છા

એ. બી. ડિવિલિયર્સ

બિગ બૅશ લીગમાં ધમાકેદાર ઇનિંગ રમનારા એ. બી. ડિવિલિયર્સની ઇચ્છા છે કે તે આ વર્ષે રમાનારા ટી૨૦ વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાની ટીમ માટે રમે. આ બાબતે વાત કરતાં ડિવિલિયર્સે કહ્યું હતું કે ‘હું કમબૅક માટે કોચ માર્ક બાઉચર, ગ્રેમ સ્મિથ અને ફૅફ ડુ પ્લેસી સાથે વાતચીત કરી રહ્યો છું. જોકે એ માટે હજી ઘણી વાર લાગશે, કેમ કે આઇપીએલ પણ આવી રહી છે અને મારે મારું ફૉર્મ પણ જાળવી રાખવાનું છે. અંતિમ નિર્ણય શું હશે એની મને પણ ખબર નથી અને હું પોતાને તેમ જ અન્ય લોકોને નિરાશ કરવા નથી માગતો. ક્રિકેટ સાઉથ આફ્રિકાના ઘણા એવા લોકો છે જેમની સાથે હું ૧૦ વર્ષ સુધી ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમ્યો છું માટે વાત કરવી સારી પડે.’

ડિવિલિયર્સના કમબૅકની વાત છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહી હોવાની વાત ફૅફ ડુ પ્લેસીએ પણ અગાઉ જણાવી હતી.

ab de villiers cricket news sports news