ક્રિકેટમાં આવશે ચિપવાળા સ્માર્ટ બૉલ?

13 August, 2019 02:49 PM IST  | 

ક્રિકેટમાં આવશે ચિપવાળા સ્માર્ટ બૉલ?

ચિપવાળા સ્માર્ટ બૉલ?

ક્રિકેટ જગતમાં એક સમયે લાલ-લીલી બત્તી દ્વારા આઉટ-નૉટઆઉ‍ટના નિર્ણય અપાતા જે સમય જતાં બદલાયા અને ડીઆરએસ જેવી સિસ્ટમ અમલમાં આવી. હવે આજના જમાનામાં જ્યાં બધું સ્માર્ટ વપરાઈ રહ્યું હોય ત્યાં ક્રિકેટ જગત કેમ પાછળ રહે.

ન્યુ ઝીલૅન્ડની એક વેબસાઇટના મતે હવે ક્રિકેટ જગતમાં સ્માર્ટ બૉલ વાપરવામાં આવશે જેનું ઉત્પાદન અંતિમ તબક્કામાં છે. ઑસ્ટ્રેલિયાની કંપની કુકાબુરા દ્વારા બનાવવામાં આવતા આ બૉલમાં માઇક્રોચિપ લાગેલી હશે. ટ્રેકરથી જોડાયેલા આ બૉલને ફેંકતાની સાથે જ એ સ્પીડ મેટ્રિક્સ, પ્રી-બાઉન્સ અને પોસ્ટ બાઉન્સ જેવા ડેટા પ્રોવાઇડ કરવા લાગશે.

આ પણ વાંચો : સેહવાગે પોતાને ટ્રોલ કરી આર્યભટ્ટને કેમ યાદ કર્યા?

આ ઉપરાંત એલબીડબ્લ્યુના કેસમાં બૉલ વાસ્તવમાં કઈ જગ્યાએ લાગ્યો છે એ જાણવામાં પણ અમ્પાયરોને મદદ મળી રહેશે.

cricket news sports news