મેસીનો ફૅન થયો બેઘર

14 February, 2019 12:46 PM IST  | 

મેસીનો ફૅન થયો બેઘર

મેસ્સીનો નાનકડો ફેન અહમદી

આર્જેન્ટિનાના લિયોનેલ મેસીની પ્લાસ્ટિકની જર્સી પહેરીને ફુટબૉલ રમનાર બાળક મુર્તઝા અહમદી ૨૦૧૬માં એક ફોટોને કારણે ઘણો જાણીતો થયો હતો, પરંતુ હવે આ નાનકડો પ્રશંસક બેઘર થઈ ગયો છે. અફઘાનિસ્તાનના ગાઝી વિસ્તારના જાઘોરી જિલ્લામાં રહેનાર મુર્તઝાના વિસ્તારમાં તાલિબાનોએ હુમલો કર્યો હતો જેને કારણે મોટા ભાગના લોકોએ ત્યાંથી રાતોરાત હિજરત કરવી પડી હતી. મેસીની જર્સી પણ તે પોતાની સાથે લઈ જઈ શક્યો નહોતો. બે વર્ષ પહેલાં મુર્તઝાના મોટા ભાઈએ પ્લાસ્ટિકની એક થેલી વડે મેસીની જર્સી બનાવી હતી. એને જોઈને ખુદ મેસીએ પણ એક જર્સી આ બાળકને ભેટ આપી હતી. તાજેતરમાં જ મુર્તઝાએ એક સંદેશમાં મેસીને કહ્યું હતું કે ‘મને અહીંથી લઈ જાઓ. હું અહીં ફુટબૉલ નથી રમી શકતો. અહીં માત્ર બંદૂકો અને ધડાકાઓના અવાજો જ આવે છે.’

lionel messi afghanistan taliban football