૮ દિવસમાં ૫ સિરીઝની શરૂઆત

10 October, 2011 08:09 PM IST  | 

૮ દિવસમાં ૫ સિરીઝની શરૂઆત



આવતા આઠ દિવસ ઇન્ટરનૅશનલ ક્રિકેટમૅચોથી ભરપૂર છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના મુખ્ય દસેદસ દેશોની ટીમો કુલ પાંચ અલગ સિરીઝ/ટુર્નામેન્ટમાં જોવા મળશે. આ બધા દેશોમાં ઑસ્ટ્રેલિયા-સાઉથ આફ્રિકા વચ્ચેની તેમ જ ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની ટક્કર સૌથી વધુ ધ્યાન ખેંચનારી સાબિત થશે.

કયા દેશનો કોની સામે જંગ?

વેસ્ટ ઇન્ડીઝ v/s બંગલા દેશ

આવતી કાલે એકમાત્ર T20 મૅચ
૧૩ ઑક્ટોબરથી ત્રણ મૅચની વન-ડે સિરીઝ
૨૧ ઑક્ટોબરથી બે ટેસ્ટમૅચની સિરીઝ

ઑસ્ટ્રેલિયા v/s સાઉથ આફ્રિકા

ગુરુવારે બે મૅચવાળી T20 સિરીઝની પ્રથમ મૅચ
૧૯ ઑક્ટોબરથી ત્રણ મૅચની વન-ડે સિરીઝ
૯ નવેમ્બરથી બે મૅચની ટેસ્ટસિરીઝ

ભારત v/sઇંગ્લૅન્ડ

શુક્રવારે પાંચ મૅચવાળી વન-ડે સિરીઝની પ્રથમ મૅચ
૨૯ ઑક્ટોબરે એકમાત્ર T20 મૅચ

ન્યુ ઝીલૅન્ડ v/s ઝિમ્બાબ્વે

૧૫ ઑક્ટોબરે બે મૅચવાળી T20 સિરીઝની પ્રથમ મૅચ
૨૦ ઑક્ટોબરથી ત્રણ મૅચવાળી વન-ડે સિરીઝ
૧ નવેમ્બરથી એકમાત્ર ટેસ્ટમૅચ

પાકિસ્તાન v/s શ્રીલંકા

૧૮ ઑક્ટોબરથી ત્રણ મૅચવાળી ટેસ્ટસિરીઝની પ્રથમ મૅચ
૧૧ નવેમ્બરથી પાંચ વન-ડેની સિરીઝ
૨૫ નવેમ્બરે એકમાત્ર T20 મૅચ