AUS બાઉન્સર બૅટલને અવૉઇડ કરીને 2-0ની લીડ પર ધ્યાન કેન્દ્રિત કરશે

22 August, 2019 12:53 PM IST  | 

AUS બાઉન્સર બૅટલને અવૉઇડ કરીને 2-0ની લીડ પર ધ્યાન કેન્દ્રિત કરશે

સ્ટીવ સ્મિથ

ઑસ્ટ્રેલિયન ટીમના કોચ જસ્ટિન લૅન્ગરે તેની ટીમને કહ્યું હતું કે ઇન-ફૉર્મ સ્ટીવન સ્મિથની ગેરહાજરીમાં ઇંગ્લૅન્ડ સામે બાઉન્સર ફાઇટને અવૉઇડ કરજો અને ૨-૦ની લીડ લેવા પર ફોકસ કરજો. લૉર્ડ્સમાં જોફ્રા આર્ચરના બાઉન્સરમાં સ્મિથને ગંભીર ઈજા થતાં તે સેકન્ડ ઇનિંગમાં રમી શક્યો નહોતો. આજથી લીડ્સમાં શરૂ થનારી ત્રીજી ઍશિઝ ટેસ્ટમાં હોસ્ટ ટીમ પાસે સ્મિથની ગેરહાજરીનો લાભ લઈને સિરીઝ લેવલ કરવાનો ગોલ્ડન ચાન્સ છે.

સ્મિથે ૧૪૪ અને ૧૪૨ રનની ક્લાસિક ઇનિંગ્સ રમીને તેની ટીમને પહેલી ટેસ્ટમાં ૨૫૧ રનથી જીત અપાવી હતી. બીજી ટેસ્ટમાં વર્લ્ડ કપ વિનિંગ પેસ બોલર જોફ્રા આર્ચરે ટેસ્ટ ડેબ્યુમાં પાંચ વિકેટ લીધી હતી. ઇંગ્લૅન્ડનો હાઇએસ્ટ વિકેટ લેનારો જેમ્સ ઍન્ડરસન ઇન્જર્ડ હોવાથી તે ત્રીજી ટેસ્ટ પણ ગુમાવશે. ઇંગ્લૅન્ડના કોચ ટ્રેવર બેલિસે કહ્યું હતું કે જેસન રૉય ૪ ઇનિંગ્સમાં ફેલ થતાં તેને મિડલ-ઑર્ડરમાં શિફ્ટ કરવાની વિચારણા ચાલી રહી છે. પ્રવાસી ટીમ પાસે પેસ બોલરોની ફોજ છે જેમાં પૅટ કમિન્સ, જોશ હેઝલવુડ, પીટર સીડલ સામેલ છે.

હવે જોવાનું રસપ્રદ રહેશે કે સ્મિથની ગેરહાજરીનો ઇંગ્લૅન્ડ કેટલો બૅનિફિટ લે છે. એજબેસ્ટન ટેસ્ટમાં ૮ વિકેટે ૧૨૨ના સ્કોરથી સ્મિથે તેની ટીમને ૨૮૪ સુધી પહોચાડ્યું હતું. ઑસ્ટ્રેલિયાની ટીમ ઇંગ્લૅન્ડમાં ૨૦૦૧ પછી ક્યારેય ઍશિઝ સિરીઝ જીતી શક્યું નથી.

આ પણ વાંચો : ટેસ્ટ ચૅમ્પિયનશિપ આ ફૉર્મેટને જીવંત રાખવા માટે ખૂબ જ જરૂરી : કોહલી

સ્મિથનું સન્માન કરો, હુરિયો ન બોલાવો : ઇંગ્લૅન્ડના સ્પોર્ટ્‍સ મિનિસ્ટર

ઇંગ્લૅન્ડના સ્પોર્ટ્સ મિનિસ્ટર નાઇજેલ એડમ્સનું માનવું છે કે ઇંગ્લૅન્ડના અમુક ફૅન્સે સ્મિથનો હુરિયો બોલાવ્યો હતો એ ખરેખર ‘શરમજનક’ હતું. એડમ્સે કહ્યું કે ‘બીજી ટેસ્ટમાં સ્મિથ જ્યારે ૯૨ રન બનાવીને પૅવિલિયન પાછો ફર્યો ત્યારે લૉર્ડ્સના મૅજોરિટી ક્રાઉડે તેને તાળીઓથી વધાવી લીધો હતો, જ્યારે અમુક લોકોએ બૉલ-ટેમ્પરિંગ સ્કૅમમાં સામેલ થવા બદલ હુરિયો બોલાવ્યો તે અપમાનજનક હતું. તેને સજા થઈ ચૂકી છે અને એ સમય વીતી ચૂક્યો છે. સ્મિથ બ્રિલિયન્ટ બૅટ્સમૅન છે. સાચા સ્પોર્ટ્સ લવર તરીકે આપણે તેનું સન્માન કરવું જોઈએ, અપમાન નહીં.’

steve smith cricket news sports news australia england