વિરાટનું ખરાબ ફૉર્મ જળવાઈ રહે એની કાળજી રાખશે વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન

11 October, 2014 06:59 AM IST  | 

વિરાટનું ખરાબ ફૉર્મ જળવાઈ રહે એની કાળજી રાખશે વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન

અત્યારે તે ખરાબ ફૉર્મમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે સાથીખેલાડીઓ તે ફૉર્મમાં આવે એની રાહ જોઈ રહ્યા છે તો હરીફ ખેલાડીઓ તેનું ખરાબ ફૉર્મ જળવાઈ રહે એમ ઇચ્છે છે. આજે રમાનારી મૅચ પહેલાં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે શિખર ધવને વિરાટ કોહલીને મજબૂત મનોબળ ધરાવનારી વ્યક્તિ ગણાવી હતી. તેણે કહ્યું હતું કે અમે બન્ને સારા મિત્રો છીએ. મને એવી આશા છે કે તે ઝડપથી ફૉર્મમાં પાછો આવશે અને ઘણા રન બનાવશે.

વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન ડ્વેઇન બ્રાવોએ પણ વિરાટ કોહલીની ક્ષમતાને બિરદાવતાં કહ્યું હતું કે ‘વિરાટ ઘણા રન બનાવી શકે છે. તે વલ્ર્ડ કપમાં ઘણા રન બનાવે એવી શુભેચ્છા, પરંતુ આ સિરીઝમાં તેનું ખરાબ ફૉર્મ જળવાઈ રહે એની કાળજી અમે રાખીશું.’

વિરાટ સ્વરૂપ ક્યારે? : વિરાટ કોહલી ક્યારે ફૉર્મ પાછું મેળવશે એ પ્રશ્ન હવે માત્ર ટીમ ઇન્ડિયા માટે જ નહીં, હરીફ ટીમ માટે પણ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે ગઈ કાલે દિલ્હીના ફિરોઝશા કોટલા મેદાન પર વિરાટને બૅટિંગ-ટેકનિકના કેટલાક પાઠ શીખવતા કોચ ડંકન ફ્લેચર.