ટેલરની હકાલપટ્ટી સામેના વિરોધમાં માર્ટિન ક્રોએ બ્લેઝર બાળી નાખ્યું

15 December, 2012 10:13 AM IST  | 

ટેલરની હકાલપટ્ટી સામેના વિરોધમાં માર્ટિન ક્રોએ બ્લેઝર બાળી નાખ્યું



ટેલર પાસેથી વન-ડેનું સુકાન પાછું લઈ લેવામાં આવતાં તેણે ટેસ્ટની કૅપ્ટન્સી પણ છોડી દીધી હતી અને બ્રેકના બહાને સાઉથ આફ્રિકાની ટૂર પર જવાનો ઇનકાર કરી દીધો હતો. બન્ને ટીમનું સુકાન બ્રેન્ડન મૅક્લમને સોંપવામાં આવ્યું છે અને બોર્ડના આ પગલાંને પરિણામે ટીમમાં બે જૂથ પડી ગયા છે.

માર્ટિન ક્રો કૅન્સરથી પીડાય છે. તેણે ટેલરની કૅપ્ટન્સી પાછી લેવાના બોર્ડના નિર્ણય વિશે દુ:ખ વ્યક્ત કર્યું હતું.