દેરાવાસી જૈન જ્ઞાતિના ટીનેજરની ડબલ સિદ્ધિ ટેનિસમાં બે ટ્રોફી જીત્યો

08 December, 2012 08:59 AM IST  | 

દેરાવાસી જૈન જ્ઞાતિના ટીનેજરની ડબલ સિદ્ધિ ટેનિસમાં બે ટ્રોફી જીત્યો





નંદિશે ચેમ્બુરની ઍકર્સ ક્લબમાં રમાયેલી આ ટુર્નામેન્ટમાં સિંગલ્સની ફાઇનલમાં શોનિત ઘિયા નામના પ્લેયરને ૬-૧, ૬-૩થી હરાવીને ટ્રોફી જીતી લીધી હતી. નંદિશ અને અરમાન ભાટિયાની જોડીનો ડબલ્સમાં વત્સિન ઠાકર અને ક્રિãયન કમિંગ્સ સામે ૪-૬, ૭-૫, ૬-૧૦થી પરાજય થયો હતો.

ચર્ચગેટની સેન્ટ ઝેવિયર્સ બૉય્ઝ ઍકૅડેમીમાં દસમા ધોરણમાં ભણતો નંદિશ મૂળ કચ્છના મુંદ્રા ગામનો છે. હવે તે સાંતાક્રુઝ (ઈસ્ટ)ના કાલિના વિસ્તારમાં આયોજિત રાષ્ટ્રીય સ્તરની અન્ડર-૧૮ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યો છે.