કપોળ જ્ઞાતિનો જોઈ ન શકતો કિશોર નૉર્મલ છોકરાઓ સાથેની કરાટે સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ

18 September, 2012 06:59 AM IST  | 

કપોળ જ્ઞાતિનો જોઈ ન શકતો કિશોર નૉર્મલ છોકરાઓ સાથેની કરાટે સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ




કાંદિવલી (વેસ્ટ)માં રહેતા આઠ વર્ષની ઉંમરના ક્રિષ્ના શેઠ નામના જોઈ ન શક્તા કિશોરે રવિવારે રાજ્ય સ્તરીય કરાટે ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. દહિસર (ઈસ્ટ)માં આનંદ નગરના દહિસર સ્પોર્ટ્સ ફાઉન્ડેશનમાં આ સ્પર્ધા ઇન્ટરનૅશનલ આર્મર માર્શલ આર્ટ્સ ફેડરેશન દ્વારા યોજવામાં આવી હતી જેમાં ક્રિષ્નાએ ૭ અને ૮ વર્ષના સ્પર્ધકો માટેની કાતા ઇવેન્ટમાં પ્રથમ આવીને આ ચંદ્રક મેળવ્યો હતો. જન્મથી જ દૃષ્ટિ ન ધરાવતા ક્રિષ્નાને બાદ કરતાં આ ઇવેન્ટમાં બીજા બધા સ્પર્ધકો નૉર્મલ હતા.

ક્રિષ્ના થોડા મહિના પહેલાં કાંજુરમાર્ગમાં વર્લ્ડ ફુનાકોશી શોટોેકૅન કરાટે ઑર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત સ્ટેટ લેવલની ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.

કપોળ જ્ઞાતિનો ક્રિષ્ના કાંદિવલી (વેસ્ટ)ની સ્વામી વિવેકાનંદ ઇન્ટરનૅશનલ સ્કૂલમાં બીજા ધોરણમાં ભણે છે. તે જન્મથી નથી જોઈ શક્તો. અમરેલી જિલ્લાનું રાજુલા શહેર તેનું મૂળ વતન છે.