ડાઉ કેમિકલ સામેના ભારતીય ઍથ્લીટોના વિરોધ વિશે આવતી કાલે મહત્વની મીટિંગ

08 December, 2011 07:25 AM IST  | 

ડાઉ કેમિકલ સામેના ભારતીય ઍથ્લીટોના વિરોધ વિશે આવતી કાલે મહત્વની મીટિંગ



આઇઓએના અધિકારીઓએ ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટી (આઇઓસી)ને ખાતરી આપી છે કે ભારત આ ઑલિમ્પિક્સનો બહિષ્કાર કોઈ પણ સંજોગોમાં નહીં કરે.

૧૯૮૪ના ભોપાલ ગેસદુર્ઘટનામાં ૨૫,૦૦૦ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૧,૦૦,૦૦૦ લોકો એ હોનારત વખતે થયેલી ગેસની વિપરીત અસરને કારણે કૅન્સર સહિતની ગંભીર બીમારીઓથી પીડાય છે. ભોપાલની દુર્ઘટના માટે જવાબદાર યુનિયન કાર્બાઇડ કંપનીને ડાઉ કેમિકલે ગયા વર્ષે ખરીદી લીધી હતી અને લંડન ઑલિમ્પિક્સના આયોજકોએ આ કંપનીને ઑલિમ્પિક સ્ટેડિયમના ડેકોરેશનને લગતો કૉન્ટ્રૅક્ટ આપ્યો છે.

આઇઓસીના પ્રમુખ જૅક રૉગે મંગળવારે ભારતને આઇઓએને ઍથ્લીટો સાથે વાટાઘાટ કરવાનું કહીને એવું પણ જણાવ્યું હતું કે ‘ભોપાલ ગેસદુર્ઘટનાને ધ્યાનમાં લઈને ભારતીય પ્રજામાં હજી પણ જે આઘાત છે એ અમે બરાબર સમજીએ છીએ, પરંતુ અમારે સ્પષ્ટ કરવું છે કે એ હોનારતના સંબંધમાં ડાઉ કેમિકલ કંપની કોઈ પણ રીતે સંકળાયેલી નથી એટલે એની સ્પૉન્સરશિપ સામે વિરોધ ન થવો જોઈએ. અમે ખેલકૂદ અને ઍથ્લીટોના હિતોનું બરાબર રક્ષણ કરીશું.’