ગુલની બોલ ટેમ્પરિંગ બાબતે ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’ થયું

04 October, 2011 08:54 PM IST  | 

ગુલની બોલ ટેમ્પરિંગ બાબતે ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’ થયું



ગુલે ઍન્ડરસન-બ્રૉડને ટાર્ગેટ બનાવ્યા પછી પોતાના જ આક્ષેપોને ખોટા પાડતાં સૂરમાં કહ્યું હતું કે મારો કહેવાનો મતલબ એ હતો કે બોલર જો બૉલને ખરબચડી સપાટી પર કે બાઉન્ડરી લાઇનની બહારના ઍડના બોર્ડ પર ફેંકે એટલે એ ખરાબ થઈ જતો હોય છે.

જોકે ઇંગ્લૅન્ડના વન-ડે સુકાની ઍલસ્ટર કુકે ગઈ કાલે ભારતના પ્રવાસે આવવા રવાના થતાં પહેલાં લંડનના ઍરપોર્ટ પર પત્રકારોને કહ્યું હતું કે ‘ઉમર ગુલના આક્ષેપો સાવ ખોટા છે. તેણે આક્ષેપો કર્યા અને પછી પોતે જ અને ખોટા પાડતાં નિવેદનો કર્યા હતા. આ તો એવી વાત થઈ, ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર.’

ગુલ શું બોલ્યો હતો?

ગયા વર્ષે ઇંગ્લૅન્ડમાં એક મૅચમાં મેં જેમ્સ ઍન્ડરસનને બૉલ સાથે ચેડાં કરતો જોયો હતો. ત્યાર પછી ઍશિઝ સિરીઝની એક મૅચમાં મેં સ્ટુઅર્ટ બ્રૉડને બૂટ પર બૉલ ઘસી રહેલો ટીવી પર જોયો હતો.

જોકે જૂના બૉલથી રિવર્સ-સ્વિંગ કરવા માટે ફાસ્ટ બોલરો દ્વારા અપનાવવામાં આવતી આ ટેક્નિક કોઈ નવી વાત નથી.
મેં ઍન્ડરસન અને બ્રૉડ પર બૉલ ટૅમ્પરિંગનો સીધો આક્ષેપ નથી કર્યો. મારો કહેવાનો મતલબ એ હતો કે બૉલ જો ખરાબ સપાટી પર પડે કે બાઉન્ડરી લાઇનની બહારના ઍડના બોર્ડને વાગે તો બૉલ પર ઘસરકા પડી શકે. આમાં કંઈ બોલરનો વાંક ન કહેવાય.