01 February, 2026 10:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ હાલમાં પોતાની પર્સનલ લાઇફની ઊથલપાથલને કારણે ચર્ચામાં છે. ધનશ્રી વર્મા સાથેના ડિવૉર્સ સાથે RJ મહવશ સાથે તેનું નામ જોડાયું હતું. જોકે હાલમાં બન્નેએ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફૉલો કર્યાં છે. ત્યાર બાદ સ્પોર્ટ્સ પ્રેઝન્ટેટર શેફાલી બગ્ગા સાથેના ડિનરને કારણે યુઝી ફરી ચર્ચામાં આવ્યો છે.
ઇન્સ્ટાગ્રામ પર ધનશ્રી, RJ મહવશ અને શેફાલી બગ્ગા સાથેના તેના વાઇરલ પોસ્ટર પર યુઝીએ પ્રતિક્રિયા પણ આપી છે. કપિલ શર્માની ફિલ્મ ‘કિસ કિસકો પ્યાર કરું’ના પોસ્ટરમાં યુઝવેન્દ્ર ચહલ તથા ધનશ્રી, RJ મહવશ અને શેફાલી બગ્ગાના ફોટો સેટ કરવામાં આવ્યા છે. યુઝીએ આ પોસ્ટર પર કમેન્ટ કરતાં લખ્યું કે ૨-૩ રહી ગઈ છે, પેજના ઍડ્મિન નેક્સ્ટ ટાઇમ થોડું વધુ રિસર્ચ કરજો.