સુપર સેવન્ટીન : ૧૭ વર્ષની બૅડમિન્ટનપ્લેયર સિંધુએ ગોલ્ડ-મેડલિસ્ટન હરાવી

15 September, 2012 10:03 AM IST  | 

સુપર સેવન્ટીન : ૧૭ વર્ષની બૅડમિન્ટનપ્લેયર સિંધુએ ગોલ્ડ-મેડલિસ્ટન હરાવી



ચાન્ગઝોઉ (ચીન): ભારતની ૧૭ વર્ષની બૅડમિન્ટન પ્લેયર પી. વી. સિંધુએ ગઈ કાલે લી નિન્ગ ચાઇના માસ્ટર્સ સુપર સિરીઝ નામની ટેનિસની ગ્રૅન્ડ સ્લૅમ જેવી બૅડમિન્ટન સ્પર્ધાની ક્વૉર્ટર ફાઇનલમાં ચીનની લી ઝુરીને ૨૧-૧૯, ૯-૨૧, ૨૧-૧૬થી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કયોર્ હતો.

૨૧ વર્ષની ઝુરીએ ગયા મહિને લંડન ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો અને ગઈ કાલે સિંધુ સામે તે જીતવા માટે ફેવરિટ મનાતી હતી, પરંતુ ૪૫ મિનિટની રસાકસીભરી મૅચમાં સિંધુએ તેને હરાવીને અપસેટ સરજ્યો હતો.

બૅડમિન્ટનના વલ્ર્ડ રૅન્કિંગ્સમાં ઝુરી બીજા નંબરે છે, જ્યારે સિંધુ ૨૪મા સ્થાને છે. સિંધુએ ગુરુવારે થાઇલૅન્ડની વલ્ર્ડ નંબર-૧૪ પૉર્નટિપ બુરનાપ્રાસરસુકને હરાવી દીધી હતી.

ઝુરીએ છેલ્લા કેટલાક વષોર્માં વલ્ર્ડ નંબર ફોર સાઇના નેહવાલને છમાંથી પાંચ વખત હરાવી હતી, પરંતુ ગઈ કાલે ઝુરીનું સિંધુ સામે કાંઈ નહોતું ચાલ્યું.

પી. વી. સિંધુ કોણ છે?

૧૯૯૫માં જન્મેલી સિંધુ થોડા વષોર્થી હૈદરાબાદમાં તાલીમ બૅડમિન્ટનની તાલીમ લે છે. તેના પપ્પા પી. વી. રામન અને મમ્મી પી. વિજયા વૉલીબૉલ પ્લેયરો હતા. ચીનની ટુર્નામેન્ટમાં સાઇના નેહવાલની ગેરહાજરીમાં સિંધુ એકમાત્ર ભારતીય પ્લેયર છે. સિંધુએ આઠ વર્ષની ઉંમરે બૅડમિન્ટન રમવાની શરૂઆત કરી હતી. તે આ વર્ષના જુલાઈમાં જપાનની ઓકુહારા નોઝોમી નામની સેકન્ડ-સીડેડને હરાવીને એશિયન યુથ અન્ડર-૧૯ ટુર્નામેન્ટ જીતી ગઈ હતી.

પી.વી. = પુસરલા વેન્કટ