વર્લ્ડ કપ માત્ર ૧૦૦ દિવસ દૂર, ઇંગ્લૅન્ડને આ વખતે ચૅમ્પિયન બનવાની આશા

19 February, 2019 11:32 AM IST  | 

વર્લ્ડ કપ માત્ર ૧૦૦ દિવસ દૂર, ઇંગ્લૅન્ડને આ વખતે ચૅમ્પિયન બનવાની આશા

ઈંગ્લેન્ડની ટીમ વન ડે રેન્કિંગમાં છે ફર્સ્ટ

વર્લ્ડ કપ શરૂ થવાને હવે માત્ર ૧૦૦ દિવસ જ બાકી છે. આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાં અત્યારે શાનદાર ફૉર્મમાં ચાલી રહેલી ઇંગ્લૅન્ડની ટીમે ૧૯૭૫થી શરૂ કરીને દરેક વર્લ્ડ કપમાં ભાગ લીધો છે, પરંતુ ટીમ ક્યારેય ટાઇટલ જીતી શકી નથી. જોકે ટીમ ૧૯૭૯, ૧૯૮૭ અને ૧૯૯૨માં રનર-અપ રહી હતી. ઇંગ્લૅન્ડ માટે

ટેસ્ટ-ક્રિકેટ લાંબા સમયથી પ્રાથમિકતા રહી હતી. પછી ભલે એ ઇંગ્લૅન્ડનો ખેલાડી હોય, પ્રશંસકો હોય કે પછી પ્રશાસક. ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડમાં આયોજિત ૨૦૧૫ના વર્લ્ડ કપમાં બંગલા દેશ સામે હાર બાદ ગ્રુપ-રાઉન્ડમાંથી બહાર થઈ જતાં સમગ્ર સ્થિતિમાં પરિવર્તન જોવા મળ્યું છે.

ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ ઍન્ડ્રયુ સ્ટ્રાઉસના મતે સફેદ બૉલનું ક્રિકેટ પણ તેમના માટે એટલું જ મહkવનું છે. ટીમને મર્યાદિત ઓïવરોમાં મજબૂત બનાવવા માટે ચીફ કોચ પીટર મૂર્સને હટાવીને તેને બદલે ઑસ્ટ્રેલિયાના ટ્રેવર બેલિસને કોચ બનાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઇંગ્લૅન્ડની મર્યાદિત ઓવરોની ટીમનું ભાગ્ય બદલાઈ ગયું અને ટીમે બે વખત વન-ડેમાં સર્વોચ્ચ સ્કોરનો રેકૉર્ડ બનાવ્યો હતો. ટીમે પહેલાં ૨૦૧૬ ટ્રેન્ટબ્રિજમાં પાકિસ્તાન સામે ત્રણ વિકેટે ૪૪૪ રન બનાવ્યા અને ફરી ગયા વર્ષે એ જ મેદાન પર છ વિકેટે પર ૪૮૧ રનનો સ્કોર કર્યો હતો.

ઇંગ્લૅન્ડના કૅપ્ટન ઓઇન મૉર્ગનની નેતૃત્વવાળી ટીમ અત્યારે વન-ડે રૅન્કિંગમાં ટોચ પર ચાલી રહી છે જેમાં ટેસ્ટ-કૅપ્ટન જો રૂટ ઉપરાંત જેસન રૉય, ઍલેક્સ હેલ્સ અને જૉસ બટલર જેવા આક્રમક બૅટ્સમેનો સામેલ છે.

cricket news sports news england