ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ચેતેશ્વર પુજારાના ૧૦ વર્ષ

10 October, 2020 02:49 PM IST  |  Mumbai | Agencies

ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ચેતેશ્વર પુજારાના ૧૦ વર્ષ

ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ચેતેશ્વર પુજારાના ૧૦ વર્ષ

રાહુલ દ્રવિડના રિટાયરમેન્ટ બાદ ટીમ ઇન્ડિયાની ટેસ્ટ ટીમની નવી દીવાલ બની ગયેલા ચેતેશ્વર પુજારાઅે ગઈ કાલે ઇન્ટનૅશનલ ક્રિકેટમાં ૧૦ વર્ષ પૂરાં કર્યાં હતાં અને તેણે તેની યાદગાર સફર બદલ ચાહકોનો આભાર માન્યો હતો. પુજારાએ ૨૦૧૦ની ૯ ઑક્ટોબરે બૅન્ગલોરમાં ઑસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ મૅચ સાથે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.
ગુજારાએ આ બાબતે ટ્વીટ કરી હતી કે ‘સાચે જ ભારતીય ક્રિકેટર તરીકે ૧૦ વર્ષ પૂરાં કરવાનું મને સોભાગ્ય અને આશિર્વાદ મળ્યા છે. મારા પિતાની દેખરેખમાં મેં રાજકોટમાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને ક્યારેય વિચાર્યું નહોતું કે આ સફર મને અહીં સુધી લઈ આવશે. હા, સંજોગવશાત્ આજે મારી પત્નીનો જન્મદિવસ પણ હોય છે એટલે પૂજાએ સુનિશ્ચિત કરી દીધું છે કે હું આ તારીખ ક્યારેય ન ભૂલું.’

sports news sports cricket news cheteshwar pujara