1૦ વર્ષમાં F1થી થશે ૯૦ હજાર કરોડની આવક

29 October, 2011 09:36 PM IST  | 

1૦ વર્ષમાં F1થી થશે ૯૦ હજાર કરોડની આવક

 

ધ અસોસિયેટેડ ચેમ્બર્સ ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી ઑફ ઇન્ડિયા (ઍસોચેમ)ના સેક્રેટરી જનરલ ડી. એસ. રાવતે કહ્યું હતું કે ‘F1ના આયોજનથી ભારતના વિવિધ ઉદ્યોગોને આવતાં ૧૦ વર્ષમાં ૯૦,૦૦૦ કરોડ રૂપિયાની કમાણીની તેમ જ ટેક્નિકલ વર્કરો માટે ૧૫ લાખ નવી રોજગારની તકો ઊભી થશે. આ મહારેસના આયોજનથી ટિકિટના વેચાણ, જાહેરખબર, હોટેલ અને ટ્રાવેલ જેવી પ્રવૃતિઓ દ્વારા ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ થવાની ધારણા છે.’

સચિનના હાથે લીલી ઝંડી


ક્રિકેટરોમાં F1ના સૌથી મોટા ચાહક સચિન તેન્ડુલકરને આ રેસને લીલી ઝંડી બતાવવાનું બહુમાન મળે એવી ધારણા છે.


સચિન-શુમાકર ભેગા થશે


ફૉમ્યુર્લા વનના લેજન્ડ ગણાતા ડ્રાઇવર જર્મનીના માઇકલ શુમાકરે ગુરુવારે પ્રેસ-કૉન્ફરન્સમાં તેના મિત્ર સચિન તેન્ડુલકર સાથેની પહેલી મુલાકાતને યાદ કરી હતી અને હવે ભારતના F1ના આયોજન દરમ્યાન ફરી એક વાર મળવાની ઇચ્છા જાહેર કરી હતી. શુમાકરે કહ્યું હતું કે ‘સચિન સાથેની એ મુલાકાતની મીઠી યાદગીરી મારી પાસે છે, પણ અમારી એ મુલાકાતને ઘણો સમય વીતી ગયો છે. સચિન સાથેની મારી બીજી મુલાકાત અદ્ભુત હશે.’


સચિન રેસમાં ભારતની સહારા ફોર્સ ઇન્ડિયાને સપોર્ટ આપવા રેસ દરમ્યાન હાજર રહેવાનો છે અને તે પણ શુમાકરને મળવા આતુર હોવાનું તેણે કહ્યું હતું.
ભારતમાં યોજાઈ રહેલી રેસથી અતિઉત્સાહી રહેલા સચિને કહ્યું હતું કે ‘હું ઇન્ડિયન ગ્રાં પ્રિ રેસ માટે ખૂબ ઉત્સાહી છું. માઇકલ શુમાકર મારો ખાસ મિત્ર છે, પણ હું સપોર્ટ સહારા ફોર્સ ઇન્ડિયાને જ કરીશ, કારણ કે એ ભારતની ટીમ છે અને હું હંમેશાં મારા દેશને પ્રાધાન્ય આપું છું.’


કાર્તિકેયનને જીતવા કરતાં રેસ સલામત પૂરી થાય એમાં રસ આ રેસ દરમ્યાન ભારતના એકમાત્ર અને ટીમ લોટસના ડ્રાઇવર નારાયણ કાર્તિકેયને ચાહકોની અપેક્ષાનું પ્રેશર રાખ્યા વગર ફક્ત દેશમાં યોજાઈ રહેલી પ્રથમ રેસને માણવા અને સહીસલામત પૂરી થાય એમાં વધુ રસ હોવાનું જણાવ્યું હતું.

વર્લ્ડ ચૅમ્પિયન વેટલ કહે છે કે અહીં લોકો ગરીબ છે, પણ ખુશ છે વર્લ્ડ ચૅમ્પિયન સેબાસ્ટિયન વેટલે વિશ્વની અજાયબી ગણાતા આગ્રાના તાજમહલની મુલાકાત લીધી હતી. વેટલે કહ્યું હતું કે ‘તાજમહલ કરતાં પણ મારી તાજમહલ સુધી પહોંચવાની સફર વધુ આનંદદાયક રહી હતી. જેટલું જોયું એના પરથી એવું લાગે છે કે અહીં લોકો ખૂબ જ પ્રેમાળ છે. અહીં ખૂબ જ વસ્તી છે. લોકો ગરીબ છે છતાં ખુશ છે.’  પ્રૅક્ટિસ-સેશનમાં માસા અને હૅમિલ્ટનનો જલવો ગઈ કાલે યોજાયેલા પહેલા પ્રૅક્ટિસ-સેશનમાં મૅક્લારેન-મર્સિડીઝના ડ્રાઇવર લુઇસ હૅમિલ્ટનને દંડ થયો હતો. બીજા પ્રૅક્ટિસ સેશનમાં ફેરારીના ડ્રાઇવર ફેલિપ માસા પોતાની કારની સ્પીડથી બધાને રોમાંચિત કરીને પ્રથમ નંબરે રહ્યો હતો. વલ્ર્ડ ચૅમ્પિયન વેટલ પહેલા અને બીજા બન્ને પ્રૅક્ટિસ-સેશનમાં બીજા નંબરે રહ્યો હતો.


કૂતરાએ અવરોધ ઊભો કર્યો


પ્રૅક્ટિસ-સે઼શન દરમ્યાન સર્કિટમાં અચાનક એક કૂતરો ઊતરી આવતાં પાંચ મિનિટ સુધી અવરોધ ઊભો થયો હતો. ગુરુવારે એક પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન લાઇટ જતી રહી હોવાની બનેલી ઘટનાને લીધે આયોજકો થોડા શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયા હતા. પારસી ટીનેજર ડ્રાઇવિંગ ટૅલન્ટ હન્ટમાં રહ્યો રનર-અપ સહારા ફોર્સ વન દ્વારા ગોવામાં આયોજિત વન ઇન અ બિલ્યન ડ્રાઇવિંગ ટૅલન્ટ હન્ટમાં ૧૪ વર્ષના અજુર્ન મૈનીને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. ૧૩ વર્ષનો પારસી બૉય જેહાન દારૂવાલા રનર-અપ રહ્યો હતો.