વીરુને મળશે સોનાના ૧૦૦ સિક્કાની સોગાદ

29 November, 2012 06:19 AM IST  | 

વીરુને મળશે સોનાના ૧૦૦ સિક્કાની સોગાદ



નવી દિલ્હી: સોમવારે વાનખેડેમાં પૂરી થયેલી મૅચ વીરેન્દર સેહવાગની ૧૦૦મી ટેસ્ટ હતી અને એ સિદ્ધિ મેળવવા બદલ દિલ્હી ઍન્ડ ડિક્ટ્રિક્ટ ક્રિકેટ અસોસિએશને જાન્યુઆરીમાં દિલ્હીમાં પાકિસ્તાન સામેની વન-ડે વખતે તેનું બહુમાન કરવાનો નિર્ણય લીધો છે.

સેહવાગને સન્માનના ભાગરૂપે સોનાનો ૧૦ ગ્રામનો એક એવા ૧૦૦ સિક્કાની ભેટ આપવામાં આવશે. ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૩૨,૬૫૦ રૂપિયા છે જે જોતાં વીરુને મળનારા ૧૦૦ સિક્કાનું કુલ મૂલ્ય ૩૨ લાખ ૬૫ હજાર રૂપિયા જેટલું રહેશે.

દિલ્હીના ફિરોજશા કોટલા ગ્રાઉન્ડના એક ગેટને સેહવાગનું નામ આપવાનો નિર્ણય પણ અસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે.

દ્રવિડની જેમ વીરુના રંગમાં ભંગ

૨૦૦૬માં વાનખેડેમાં ઇંગ્લૅન્ડ સામે રમાયેલી મૅચ રાહુલ દ્રવિડની ૧૦૦મી ટેસ્ટ હતી જે ભારત ૨૧૨ રનથી હારી ગયું હતું. આ વખતની મુંબઈની મૅચ સેહવાગની ૧૦૦મી ટેસ્ટ હતી જેમાં પણ ભારતે નામોશી જોઈ હતી.