સચિનની ફેન, કાશ્મીરાની પહેલી IPL મહિલા જેનું સપનું છે ભારત માટે રમવુ

27 April, 2019 07:01 PM IST  | 

સચિનની ફેન, કાશ્મીરાની પહેલી IPL મહિલા જેનું સપનું છે ભારત માટે રમવુ

ભારત માટે રમવુ છે જાસિયા અખ્તરને

જમ્મૂ કાશ્મીરની જાસિયા અખ્તર વૂમન્સ T-20 ચેલેન્જ ટીમમાં સામેલ થનારી પહેલી ક્રિકેટર બની છે. અખ્તર શોપિયાં જિલ્લામાં રહે છે અને પંજાબ મહિલા ટીમ માટે રમે છે. જાસિયા માટે એક ઉપલબ્ધી એ છે કે તે હવે વુમન્સ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ રમશે જેની શરુઆત 6 મેથી શરુ થવા જઈ રહી છે. આ વિશે વાત કરતા જાસિયાએ કહ્યું હતું કે, 24 એપ્રિલે બીસીસીઆઈ તરફથી ફોન આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે 2 મેના દિવસે ટીમને જોઈન કરવાનું રહેશે.'

જાસિયાએ કહ્યું હતું કે, આ મારી માટે મોટી ઉપલબ્ધી છે. જમ્મૂ-કાશ્મીરથી મારા જેવી યુવી છોકરી વુમન્સ T-20 ચેલેન્જ ટીમમાં સામેલ થશે. જાસિયા ટ્રેલ બ્લાજર્સનું પ્રતિનિધિત્વ કરશે. આ ટીમનું નેતૃત્વ સ્મતિ મંધાના કરશે. હરમનપ્રીત કૌર અને મિતાલી રાજ સુપરનોવાસ અને વિલોસિટીની કેપ્ટનશિપ કરશે. જાસિયા પંજાબ માટે અંડર 13, અંડર 14, અંડર 15 અને 16 પણ રમી ચૂકી છે

આ પણ વાંચો: આમ્રપાલી ગ્રુપ મામલે ધોની પહોંચ્યો સુપ્રીમ કોર્ટ,કહ્યું ન ફી મળી, ન ઘર

જણાવી દઈએ કે, વુમન્સ T-20 ચેલેન્જ 6 મેથી 11 મે સુધી રમાશે . આ ટુર્નામેન્ટમાં 3 ટીમો ભાગ લેશે જેમાં 6,8 અને 9 મેના ક્વાલિફાય મેચ રમાશે જ્યારે 11 મે જયપુરમાં ફાઈનલ રમાશે. આ ટુર્નામેન્ટમાં પ્રત્યેક ટીમમાં 13-13 પ્લેયર્સ રહેશે જેમાંથી 4 પ્લેયર્સ વિદેશી ખેલાડી સામેલ રહેશે.

cricket news