જાડેજાએ લઈ લીધી ૬ વિકેટ: દિલીપ દોશીના પુત્રને મળી બે

19 November, 2012 07:24 AM IST  | 

જાડેજાએ લઈ લીધી ૬ વિકેટ: દિલીપ દોશીના પુત્રને મળી બે


હૈદરાબાદ :

સૌરાષ્ટ્રના સ્પિનર રવિન્દ્ર જાડેજાએ ૭૧ રનમાં છ વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો. ઑફ સ્પિનર કમલેશ મકવાણા અને ભૂતપૂર્વ ભારતીય સ્પિનર દિલીપ દોશીના પુત્ર નયન દોશીએ બે-બે વિકેટ લીધી હતી.એ સાથે સૌરાષ્ટ્રે ૭૪ રનની લીડ લીધી હતી.

અન્ય મુખ્ય રણજી મૅચોમાં શું બન્યું?

કલકત્તામાં ચાર દિવસની રણજી મૅચમાં ગઈ કાલના બીજા દિવસે ગુજરાતના ફસ્ર્ટ ઇનિંગ્સના ૨૬૦ રનના જવાબમાં બેન્ગાલે કૅપ્ટન મનોજ તિવારીના અણનમ ૧૦૨ રનની મદદથી ૪ વિકેટે ૨૨૦ રન બનાવ્યા હતા. ગુજરાતના લેફ્ટી પેસબોલર રુશ કાલરિયા ત્રણ વિકેટ લીધી હતી.

દિલ્હીમાં દિલ્હી સામે બીજા દિવસે બરોડાએ ફસ્ર્ટ ઇનિંગ્સમાં કૅપ્ટન અંબાતી રાયુડુ (૧૩૧) અને અભિમન્યુ ચૌહાણ (૧૧૩)ની સદીની મદદથી ૭ વિકેટે ૫૨૫ રન રન બનાવ્યા હતા.

મેરઠમાં કર્ણાટક ૧૮૧ રનમાં ઑલઆઉટ થતાં ઉત્તર પ્રદેશને ૧૦૨ રનની લીડ મળી હતી. ઉત્તર પ્રદેશના પેસબોલરો ભુવનેશ્વરકુમારે પાંચ અને ઇમ્તિયાઝ અહમદે ત્રણ વિકેટ લીધી હતી. બીજા દિવસની રમતના અંત સુધીમાં ઉત્તર પ્રદેશના ત્રણ વિકેટે પંચાવન રન હતા. કૅપ્ટન સુરેશ રૈનાએ પ્રથમ દાવના ૧૪ રન પછી ગઈ કાલે માત્ર ૮ રનમાં વિકેટ ગુમાવી હતી. જોકે ફસ્ર્ટ ઇનિંગ્સમાં ૧૨૨ રન બનાવનાર મોહમ્મદ કૈફ ૧૮ રને રમી રહ્યોો હતો.