કોહલીને પોલી ઉમરીગર અવૉર્ડ

01 November, 2012 05:36 AM IST  | 

કોહલીને પોલી ઉમરીગર અવૉર્ડ



દિલ્હી: ક્રિકેટ બોર્ડ દ્વારા ચર્ચગેટમાં આવેલી તાજમહલ પૅલેસ ઍન્ડ ટાવર હોટેલમાં ૨૧ નવેમ્બરે યોજાનારા વાર્ષિક અવૉડ્ર્સ વર્ષ દરમ્યાન ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં બેસ્ટ ભારતીય ખેલાડી માટે અપાતો પોલી ઉમરીગર અવૉર્ડ ટીમ ઇન્ડિયાના વાઇસ કૅપ્ટન વિરાટ કોહલીને આપાવામાં આવશે, જ્યારે સુનીલ ગાવસકરનું કર્નલ સી. કે. નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ આપીને સન્માન કરવામાં આવશે. કોહલીને ટ્રોફી ઉપરાંત પાંચ લાખ રૂપિયાનો ચેક આપવમાં આવશે, જ્યારે ગાવસકરને ટ્રોફી, સન્માનપત્ર તથા ૨૫ લાખ રૂપિયાનો ચેક આપવામાં આવશે.

સચિન-લક્ષ્મણનું બહુમાન

ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૧૦૦ સદીઓની સિદ્ધિ બદલ સચિન તેન્ડુલકરનું તથા ઑગસ્ટમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટને અલવિદા કરનાર વીવીએસ લક્ષ્મણનું વિશેષ બહુમાન કરવામાં આવશે.

સાત લેજન્ડ પ્લયરોનું મરણોત્તર સન્માન

સાત સ્વર્ગીય લેજન્ડ ખેલાડીઓ વિજય મર્ચન્ટ, વિજય માંજરેકર, દત્તુ ફડકર, વિનુ માંકડ, ગુલામ અહમદ, એમ. એલ. જયસિંહા અને દિલીપ સરદેસાઈનું પણ આ સમારંભમાં વિશેષ સન્માન કરવામાં આવશે. આ ખેલાડીઓના વારસદારને ટ્રોફી તથા ૧૫ લાખ રૂપિયાનો ચેક એનાયત કરવામાં આવશે.