WTC final: ભારતીય ખેલાડીઓએ મિલ્ખા સિંહને અર્પી શ્રદ્ધાંજલિ, બ્લેક બેન્ડ પહેરી ઉતર્યા મેદાનમાં

19 June, 2021 04:36 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

આ મેચમાં મિલ્ખા સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ હાથમાં બ્લેક બેન્ડ પહેરીને આવ્યા છે.

તસવીરઃ સૌજન્ય AFP

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ સાઉથહૈંપટનમાં રમાઈ રહી છે. આ મેચમાં ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મહાન મેચમાં મિલ્ખા સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ હાથમાં બ્લેક બેન્ડ પહેરીને આવ્યા છે. 

આપને જણાવી દઈએ કે શુક્રવારે રાત્રે ફ્લાઇંગ શીખ તરીકે જાણીતા ભારતીય દોડવીર મિલ્ખા સિંહનું કોરોના વાઈરસને કારણે 91 વર્ષની વયે નિધન થયું હતું. તેમના નિધનથી શોકનો માહોલ છવાયો છે.  રાજકીય નેતાઓ અને અભિનેતા સહિતની હસ્તીઓ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.  ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા પણ હાથમાં બ્લેક બેન્ડ પહેરીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. 

મેચ વિશે વાત કરવામાં આવે તો ભારતે મેચ પહેલાના એક દિવસ પહેલા તેની પ્લેઇંગ ઇલેવનની ઘોષણા કરી હતી. આશા રાખવામાં આવી હતી કે પહેલા દિવસે વરસાદ બાદ કોહલી કદાચ પ્લેઇંગ ઇલેવનમાં બદલાવ લાવી શકે, પરંતુ તે બન્યું નહીં. તે જ સમયે કેન વિલિયમસન આ મેચમાં ચાર ઝડપી બોલરો સાથે આવ્યો છે.

sports news cricket news test cricket milkha singh