ભજી ભડક્યો ને રાયુડુ સાથે થઈ બબાલ

02 May, 2016 04:01 AM IST  | 

ભજી ભડક્યો ને રાયુડુ સાથે થઈ બબાલ


આવી જ કંઈક ઘટના ગઈ કાલે મુંબઈના ખેલાડી હરભજન સિંહ અને અંબાતી રાયુડુ વચ્ચે પુણે સામેની મૅચ દરમ્યાન થઈ હતી. ફીલ્ડર અંબાતી રાયુડુ બૉલ રોકવામાં નિષ્ફળ જતાં બૉલ બાઉન્ડરીને પાર કરી ગયો હતો એથી બોલર ભજી ગુસ્સે થયો હતો. હરભજન ગુસ્સે થતાં રાયુડુ પણ પોતાની હતાશાને નહોતો રોકી શક્યો તેમ જ સામે જવાબ આપ્યો હતો. પરિસ્થિતિ વણસી રહ્યાનો અંદાજ આવતાં સિનિયર ખેલાડી હરભજને તેને મનવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રાયુડુ શાંત થયા વગર જ ત્યાંથી જતો રહ્યો હતો.