ગેઇલ અને પ્લન્કેટ લંકા પ્રીમિયર લીગમાંથી આઉટ

20 November, 2020 02:04 PM IST  |  Colombo | IANS

ગેઇલ અને પ્લન્કેટ લંકા પ્રીમિયર લીગમાંથી આઉટ

ક્રિસ ગેઇલ

લંકા પ્રીમિયર લીગના ચાહકો માટે માઠા સમાચાર છે. વેસ્ટ ઇન્ડીઝના ધાકડ પ્લેયર ક્રિસ ગેઇલ અને ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર લિયમ પ્લન્કેટે લંકા પ્રીમિયર લીગ (એલપીએલ)માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ગેઇલે વ્યક્તિગત કારણ બતાવીને પોતાનું નામ પાછું ખેંચ્યું છે. આ પહેલાં તે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પંજાબની ટીમ વતી રમ્યો હતો. કૅન્ડી ટસ્કર્સ આ પ્લેયર્સના સ્થાને કયા પ્લેયર્સને ટીમમાં સામેલ કરશે એ વિશે હજી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ગેઇલ અને પ્લન્કેટ બન્ને પ્લેયર ઇરફાન પઠાણ, મુનાફ પટેલ, કુસલ પરેરા, કુસલ મેન્ડીસ, નુવાન પ્રદીપ સાથે કૅન્ડી ટસ્કર્સમાં જોડાવાના હતા. ગેઇલ અને પ્લન્કેટ વિશે જાણકારી આપતાં ખુદ કૅન્ડી ટસ્કર્સે કહ્યું કે ‘અમને જણાવતાં દુઃખ થઈ રહ્યું છે કે આ વર્ષની એલપીએલમાં ક્રિસ ગેઇલ નહીં રમે. સાથે સાથે લિયમ પ્લન્કેટ પણ આ વર્ષે એલપીએલનો હિસ્સો નહીં રહે.’
કૅન્ડી ટસ્કર્સ અને કોલંબો કિંગ્સના ૨૬ નવેમ્બરે યોજાનારા મુકાબલા સાથે લંકા પ્રીમિયર લીગની શરૂઆત થવાની છે.

cricket news chris gayle sri lanka sports news