વરસાદે ધોઈ નાખી ન્યુ ઝીલૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની છેલ્લી મૅચ

01 December, 2020 03:45 PM IST  |  Mount Maunganui | PTI

વરસાદે ધોઈ નાખી ન્યુ ઝીલૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની છેલ્લી મૅચ

ન્યુ ઝીલૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટી૨૦ મૅચની સિરીઝ ન્યુ ઝીલૅન્ડે ગઈ કાલે ૨-૦થી કબજે કરી લીધી હતી. સતત વરસી રહેલા વરસાદને લીધે છેલ્લી ટી૨૦ મૅચ ધોવાઈ ગઈ હતી જેમાં સ્પિનર મિશેલ સેન્ટર ન્યુ ઝીલૅન્ડના ટી૨૦ કૅપ્ટન તરીકે પહેલી વાર મેદાનમાં ઊતર્યો હતો. આ મૅચમાં ટીમ સાઉધી, રૉસ ટેલર અને કાયલ જેમીસનને આરામ આપવામાં આવ્યો હતો.
ન્યુ ઝીલૅન્ડે ટૉસ જીતીને પહેલાં બોલિંગનો નિર્ણય લીધો હતો અને વેસ્ટ ઇન્ડીઝે ૨.૨ ઓવરમાં એક વિકેટે ૨૫ રન બનાવી લીધા હતા, પણ પછી વરસાદે સતત વરસીને મૅચ ધોઈ નાખી હતી. બ્રેન્ડન કિંગ ૧૧ રને લૉકી ફર્ગ્યુસનનો શિકાર બન્યો હતો. આ સિરીઝમાં ફર્ગ્યુસનની આ છઠ્ઠી વિકેટ હતી જેને લીધે તેને પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.
બન્ને દેશો વચ્ચે હવે બે ટેસ્ટ મૅચની સિરીઝમાંની પહેલી ટેસ્ટ મૅચ ત્રીજી ડિસેમ્બરથી હૅમિલ્ટનમાં રમાશે.

west indies new zealand cricket news sports news