કૅપ્ટન ધોનીની ભૂલથી સુકાની મૉર્ગન ફાવી ગયો

23 December, 2012 05:01 AM IST  | 

કૅપ્ટન ધોનીની ભૂલથી સુકાની મૉર્ગન ફાવી ગયો



પાંચ વર્ષ પહેલાં બ્રેબૉર્નમાં પ્રથમ T20 ઇન્ટરનૅશનલમાં ઑસ્ટ્રેલિયાને ૭ વિકેટે હરાવીને ભારતે ૧૧ બૉલ બાકી રાખીને વિજય મેળવ્યો હતો, પરંતુ ગઈ કાલે વાનખેડેમાં રમાયેલી પહેલી T20 ઇન્ટરનૅશનલમાં ભારતે ઇંગ્લૅન્ડ સામે છેલ્લા બૉલમાં ૬ વિકેટે પરાજિત થવું પડ્યું હતું. અશોક ડિન્ડાની મૅચની લાસ્ટ ઓવરના સેકન્ડ લાસ્ટ બૉલમાં વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ હરીફ કૅપ્ટન ઓઇન મૉર્ગન (૪૯ નૉટઆઉટ, ૨૬ બૉલ, બે સિક્સર, પાંચ ફોર)ને રનઆઉટ કરવાની સોનેરી તક ગુમાવી હતી અને પછીના એટલે છેલ્લા બૉલમાં મૉર્ગને જીતવા ત્રણ રન બાકી હતા ત્યારે સિક્સર ફટકારીને સિરીઝ ૧-૧થી ડ્રૉ કરાવી લીધી હતી.

ભારતે વિરાટ કોહલી તથા ધોનીના ૩૮-૩૮ રનની મદદથી ૮ વિકેટે ૧૭૭ રન બનાવ્યા હતા. ઇંગ્લૅન્ડે જવાબમાં ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૮૧ રન બનાવ્યા હતા. માઇકલ લમ્બનું ૫૦ રનનું અને ઍલેક્ઝ હેલ્ઝનું ૪૨ રનનું યોગદાન હતું. બૅટિંગમાં માત્ર ૪ રન બનાવનાર યુવરાજ સિંહે ૧૭ રનમાં ત્રણ વિકેટ લીધી હતી.