ચક્રવાત હુડહુડ ટીમ ઇન્ડિયાની નંબર વન બનવાની સંભાવનાને ઉડાવી ગયું

14 October, 2014 05:36 AM IST  | 

ચક્રવાત હુડહુડ ટીમ ઇન્ડિયાની નંબર વન બનવાની સંભાવનાને ઉડાવી ગયું

ત્ઘ્ઘ્ના જણાવ્યા પ્રમાણે અબુ ધાબીમાં રમાયેલી વન-ડે મૅચમાં મેળવેલા વિજયને કારણે ઑસ્ટ્રેલિયા નંબર એક પર પહોંચી ગયું છે. વળી ભારત તથા વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ધરમશાલા તથા કલકત્તામાં રમાનારી બાકીની બે મૅચોમાં ટીમ ઇન્ડિયા વિજેતા બની જાય તો પણ નંબર એકના ક્રમાંકે પહોંચી શકે નહીં. ઑસ્ટ્રેલિયા ૧૧૪ પૉઇન્ટ સાથે ટોચ પર છે. જોકે ઑસ્ટ્રેલિયાના સ્ટૅન્ડ-ઇન કૅપ્ટન જ્યૉર્જ બેઇલીના મતે ઑસ્ટ્રેલિયામાં રમાનારા વર્લ્ડ કપ દરમ્યાન આ રૅન્કિંગનું કંઈ મહત્વ નહીં હોય.