લૉકડાઉનમાં ધોની અને અશ્વિન આપી રહ્યા છે ઑનલાઇન કોચિંગ

12 April, 2020 11:23 AM IST  |  New Delhi | Agencies

લૉકડાઉનમાં ધોની અને અશ્વિન આપી રહ્યા છે ઑનલાઇન કોચિંગ

રવિચંદ્રન અશ્વિન

કોરોના વાઇરસને લીધે દેશભરમાં ચાલી રહેલા લૉકડાઉનના સમયમાં મહેન્દ્ર સિંહ ધોની અને રવિચંદ્રન અશ્વિન પોતપોતાની કોચિંગ ઇન્સ્ટિટયૂટ દ્વારા ઑનલાઇન કોચિંગ આપી રહ્યા છે. જોકે આ બન્ને પરિવાર પોતાના ઇન્સ્ટિટ્યૂટના કોચિંગમાં પ્રત્યક્ષ રીતે જોડાયેલા નથી. મહેન્દ્ર સિંહ ધોની પોતાની એમએસ ધોની ક્રિકેટ ઍકૅડેમીમાં ફેસબુક દ્વારા છોકરાઓને છેલ્લા એક અઠવાડિયાથી ટ્રેઇનિંગ આપી રહ્યો છે, જ્યારે રવિચંદ્રન અશ્વિન ઍકૅડેમીમાં ઑનલાઇન સેશન માટે કઈ રીતે આગળ વધવું એ માટેની વિગતવાર ચર્ચા કરવામાં આવી રહી છે.

ઑનલાનઇ કોચિંગ ક્રિકેટપ્રેમીઓ દ્વારા સારો પ્રતિસાદ મેળવી રહી છે. ધોનીની ઍકૅડેમીમાં કામ કરતા ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર અને ચીફ કોચ સતરજિત લાહિરીના જણાવ્યા પ્રમાણે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર અંદાજે ૧૦,૦૦૦ ક્રિકેટપ્રેમીઓ તેમના ઑનલાઇન સેશનના વિડિયો જોઈ રહ્યા છે. આ ઑનલાઇન સેશનમાં ભાગ લેનાર દરેક પ્લેયરે પોતાના ટ્રેઇનિંગના વિડિયો અપલોડ કરવાના રહે છે જેથી તેમને યોગ્ય માર્ગદર્શન આપી શકાય.

ravichandran ashwin ms dhoni cricket news sports news coronavirus