અર્જુન તેન્ડુલકર અન્ડર-૧૪ પ્લેયરોના લિસ્ટમાંથી આઉટ

10 July, 2013 12:15 PM IST  | 

અર્જુન તેન્ડુલકર અન્ડર-૧૪ પ્લેયરોના લિસ્ટમાંથી આઉટ




સચિન તેન્ડુલકરના પુત્ર અજુર્ન તેન્ડુલકરને મુંબઈ ક્રિકેટ અસોસિએશનની જુનિયર સિલેક્શન કમિટીએ અન્ડર-૧૪ના આગામી ઑફ-સીઝન કૅમ્પ માટેના ૩૦ સંભવિતોમાં સ્થાન નથી આપ્યું. અજુર્નનો પર્ફોમન્સ સિલેશકન ટ્રાયલની મૅચોમાં તેમ જ બીજી ટુર્નામેન્ટોમાં સારો ન હોવાથી સિલેક્ટરોએ સર્વાનુમતે આ નિર્ણય લીધો હતો.

એક અખબારી રિપોર્ટ મુજબ અજુર્ન સમર-વેકેશનની મૅચોમાં એક પણ હાફ સેન્ચુરી નહોતો ફટકારી શક્યો. ખાસ કરીને તેને ખરાબ બૅટિંગ-પર્ફોમન્સ બદલ અને નબળી ફીલ્ડિંગને લીધે ડ્રૉપ કરવામાં આવ્યો છે. ગયા વર્ષે તે ગુજરાતના પ્રવાસે ગયેલી મુંબઈની વિજેતા અન્ડર-૧૪ ટીમમાં હતો, પરંતુ તેને એકેય મૅચ નહોતી રમવા મળી.

અજુર્નના ઘણા કોચ છે, પરંતુ તેની બૅટિંગ અને ફીલ્ડિંગ સુધરતી જ નથી. તેને આ બન્નેમાં બહુ સુધારો કરવા કહેવામાં આવ્યું છે.

અસોસિએશન સાથે સંકળાયેલી એક વ્યક્તિના મતે સિલેક્ટરોએ આ નિર્ણય લઈને અજુર્નને એવો સંકેત આપ્યો છે કે તે સચિનનો પુત્ર હોવા છતાં ટીમમાં આસાનીથી સ્થાન મેળવવું તેના માટે શક્ય નથી અને આ નિર્ણયથી આવનારા મહિનાઓમાં તેના પર્ફોમન્સમાં મોટો સુધારો જોવા મળશે.