અમ્પાયરના હાથમાં પ્રવિણકુમારનો 33 તોલાનો સોનાનો ચેઈન

24 October, 2011 08:08 PM IST  | 

અમ્પાયરના હાથમાં પ્રવિણકુમારનો 33 તોલાનો સોનાનો ચેઈન

 

 

વાનખેડે ૩૬ વર્ષમાં પહેલી વાર આટલું ખાલી



ગઈ કાલે ઇંગ્લૅન્ડ સામેની મૅચ રોમાંચક બની હતી અને ભારત સતત ચોથી વન-ડે જીત્યું હોવાથી ટીમ ઇન્ડિયા માટે યાદગાર બની હતી, પરંતુ આ મહત્વની મૅચ અંદાજે માત્ર ૧૩,૦૦૦ પ્રેક્ષકોએ જોઈ હતી. ૧૯૭૫માં આ સ્ટેડિયમમાં પહેલી ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ ત્યારથી અત્યાર સુધીમાં પહેલી વાર સ્ટેડિયમ આટલું ખાલી જોવા મળ્યું હતું. ૧૦૦૦ રૂપિયાથી માંડીને ૨૦,૦૦૦ રૂપિયા સુધીના ઊંચા ભાવો આ માટેનું સૌથી મોટું કારણ હતું. જોકે મુંબઈ ક્રિકેટ અસોસિએશનના પ્રમુખ વિલાસરાવ દેશમુખે ‘મિડ-ડે’ને નવાઈમાં મૂકતાં કહ્યું હતું કે ‘ટિકિટોના ભાવ બહુ ઊંચા હતા જ નહીં. મુંબઈના લોકોને આટલા ઊંચા ભાવ પરવડે એમ છે. ભારત આ મૅચ પહેલાં જ સિરીઝ જીતી ગયું હતું એ કારણ તેમ જ દિવાળીનો તહેવાર હોવાથી અને સચિન સહિતના સિનિયરો મૅચમાં ન હોવાથી આ વખતે આટલા ઓછા લોકો મૅચ જોવા આવ્યા હતા. તસવીરો : સુરેશ કે. કે.

વાનખેડેની વિચિત્રતાઓ

ગઈ કાલે બોલર પ્રવીણકુમારે સાચવવા આપેલો ૩૩ તોલાનો સોનાનો ચેન જોઈ રહેલા નવા અમ્પાયર સુધીર અસનાની (ડાબે). કિવી અમ્પાયર બિલી બૉડેને ગઈ કાલે પીટરસનની એક બાઉન્ડરી વખતે સેમી-સ્વીપ શૉટ જેવી પોઝિશનમાં ચારેય દિશામાં ફરીને ફોરનું સિગ્નલ આપ્યું હતું અને પ્રેક્ષકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ વિચિત્ર ઍક્શનમાં તેમનું વૉકી-ટૉકી નીચે પડી ગયું હતું. નીઓ ક્રિકેટે રિપ્લે વખતે ડાન્સિંગ શૂઝ માટેની એક જાહેરખબર પણ બતાવવાનો મોકો ઉઠાવી લીધો હતો.

વાનખેડેનો વન્ડર-બૉય


ગઈ કાલે વાનખેડેમાં સચિન ન રમ્યો હોય એવું પહેલી વાર બન્યું હતું. જોકે તેના પુત્ર અજુર્ને હાજરી આપીને પ્રેક્ષકોને ખુશ કરી દીધા હતા.