દાઉદને મારવાનો પ્લાન ફેલ થયો

10 November, 2019 11:19 AM IST  |  Mumbai

દાઉદને મારવાનો પ્લાન ફેલ થયો

અંધારી આલમના જાણ્યા-અજાણ્યા કિસ્સા

એવું કોણ છે જેણે છોટા રાજન અને મુસ્તફા ડોસા ઉર્ફે મુસ્તફા મજનુનાં નામ નથી સાંભળ્યાં.
તેમની વચ્ચે દુશ્મની છે, બન્ને વિરોધી ગૅન્ગમાં છે, તેઓ કદી મળતા નથી એ બિલકુલ સાચું નથી.
તેમની એક છૂપી વાત પણ છે અને એ પણ સાચું કે આ બન્ને જિગરજાન દોસ્ત પણ છે. લંગોટિયા મિત્રો પણ કહી શકાય.
બીજી એક ચોંકાવનારી હકીકત એ કે ૨૦૦૩માં મજનુ અને નાનાએ મળીને એવું ખતરનાક કાવતરું રચ્યું કે દેશની તમામ ગુપ્તચર સંસ્થાઓના ભલભલા અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા.
કાવતરું એ હતું કે તેઓ બન્ને દાઉદની હત્યા કરવા માગતા હતા.
દાઉદની હત્યા માટે મજનુ અને નાનાએ મુંબઈના બેટાંકી વિસ્તારના રહેવાસી બબ્બીને સોપારી આપી. એ દિવસોમાં બબ્બી નાનાની કંપની માટે કામ કરતો હતો. તે છોટા રાજનનો ખાસ માણસ ગણાતો હતો. ડી-ડે યોજના માટે રાજને પહેલાં તો બબ્બીને લંડન બોલાવ્યો. ત્યાં મજનુએ તેને શકીલનો કાર-ડ્રાઇવર બનાવી દીધો. આ રીતે તે દાઉદ અને શકીલની નજરમાં ઘણો સામાન્ય પણ વફાદાર સાબિત થવા માંડ્યો. તે દાઉદને ખતમ કરવાનો મોકો શોધવા માંડ્યો.
... પણ નિયતિને આ મંજૂર નહોતું.
પ્લાન ડી-ડેનું જલદી ફીંડલું વળી ગયું, કારણ કે એક દિવસ બબ્બીનો ભાંડો ફૂટી ગયો.
બબ્બીના ફોન થકી શકીલ પામી ગયો કે તેનો અસલી મનસૂબો શું છે.
તેના થકી દાઉદને જાણ થઈ ગઈ કે બબ્બી શા માટે કરાચી આવ્યો છે. બસ, બબ્બીનું પોટલું વળી ગયું.
રહી વાત બબ્બીની, તો તેના પરિવારજનોનું માનવું છે કે બબ્બી કોઈ દેશમાં ગુમનામ જીવન વિતાવી રહ્યો છે. તેઓ આજે પણ બબ્બીની રાહ જુએ છે. તેઓ એ સ્વીકારવા માટે બિલકુલ તૈયાર નથી કે તેમનો જુવાન દીકરો આ દુનિયામાં નથી. તેઓ રાહ જોઈ રહ્યા છે... એક અંતહીન ઇન્તજાર.
અન્ડરવર્લ્ડમાં આવી સ્થિતિ વિશે કહેવાય છે...
‘યા તો બોલી ચલેગી, યા ગોલી ચલેગી.’

dawood ibrahim gujarati mid-day