ઝોમ્બી સ્ટાર તો સુપરનોવા બ્લાસ્ટમાં પણ બચી ગયો

01 July, 2022 09:47 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

નાસાના હબલ સ્પેસ ટેલિસ્કોપે આ તારા વિશે જાણકારી મેળવી છે

સફેદ નાનો તારો

ગૅસ અને ધૂળનાં વાદળો વચ્ચે જ્યારે કોઈ તારામાં વિસ્ફોટ થાય છે ત્યારે એની ચમક ખૂબ વધી જાય છે. સુપરનોવા ગણાતી આ ઘટનામાં સામાન્ય રીતે તારા નષ્ટ પામે છે, પણ ઍસ્ટ્રોનૉમર્સને એક એવા સ્ટાર વિશે જાણકારી મળી છે જે સુપરનોવા વિસ્ફોટમાં પણ બચી રહ્યો હતો, એટલું જ નહીં, વિસ્ફોટ બાદ હવે પહેલાં કરતાં પણ એની ચમક વધારે છે.

નાસાના હબલ સ્પેસ ટેલિસ્કોપે આ તારા વિશે જાણકારી મેળવી છે. આ એક સફેદ નાનો તારો છે. આ સફેદ નાનો તારો એનજીસી૧૩૦૯ નામની એક સ્પાઇરલ ગૅલૅક્સીમાં રહે છે. આ તારો પૃથ્વીથી ૧૦૮ મિલ્યન પ્રકાશ વર્ષના અંતરે છે.

આ તારો સાયન્ટિસ્ટ્સને સુપરનોવાને સારી રીતે સમજવામાં મદદ કરે છે. આ પ્રકારના વિસ્ફોટમાં તારા પોતાની પાછળ અવશેષ છોડી જાય છે. સાયન્ટિસ્ટ્સ આવા તારાઓને ઝોમ્બી સ્ટાર્સ કહે છે. તેઓ મૃત તો થઈ ગયા છે, પરંતુ સંપૂર્ણપણે નહીં. સાયન્ટિસ્ટ્સે હવે જીવિત સફેદ નાના ‘ઝોમ્બી સ્ટાર’ની ઓળખ પહેલી વાર કરી છે.

offbeat news international news nasa