02 August, 2023 07:44 PM IST | Bhopal | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઑનલાઈન ફૂડ ડિલિવરી કંપની ઝૉમેટો (Zomato Funny Tweet)નું એક ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટમાં ઝૉમેટોએ ભોપાલની રહેવાસી અંકિતાને અપીલ કરી છે કે તે તેના એક્સ બોયફ્રેન્ડને કેશ ઑન ડિલિવરી પર ફૂડ મોકલવાનું બંધ કરે. તેની પાછળનું ઝૉમેટો દ્વારા આપવામાં આવેલ કારણ એકદમ વિચિત્ર છે. આ વાંચીને ટ્વિટર યૂઝર્સ પણ વિચારવા લાગ્યા કે `અંકિતા` તેના એક્સ સાથે શું કરવા માગે છે? આવો જાણીએ સમગ્ર મામલો...
ખરેખર, ભોપાલ (Bhopal)માં રહેતી અંકિતા નામની એક યુવતી તેના એક્સ બોયફ્રેન્ડને કેશ ઑન ડિલિવરી (COD) મોડ પર સતત ફૂડ મોકલી રહી હતી. એટલે કે જે ઑર્ડર મેળવશે તે તેના માટે ચૂકવણી કરશે, પરંતુ બીજી તરફ, અંકિતાનો એક્સ બોયફ્રેન્ડ ઑર્ડર માટે ચૂકવણી કરવાનો ઇનકાર કરી રહ્યો હતો. આવું એક-બે વાર નહીં પણ ત્રણ વાર બન્યું હતું. આવી સ્થિતિમાં ઝૉમેટો (Zomato Funny Tweet)એ પોતે જ ટ્વીટ કરવું પડ્યું હતું.
ઝૉમેટોએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, ભોપાલમાં રહેતી અંકિતા કૃપા કરીને તમારા એક્સ બોયફ્રેન્ડને કેશ ઑન ડિલિવરી પર ફૂડ મોકલવાનું બંધ કરો. આ ત્રીજી વખત છે જ્યારે તે પૈસા આપવાનો ઇનકાર કરી રહ્યો છે.
હવે ઝૉમેટો (Zomato Funny Tweet)નું આ ટ્વીટ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યું છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી ચાર લાખથી વધુ વ્યૂઝ અને ૬૦૦૦થી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. સાથે જ સેંકડો યુઝર્સે પણ આ અંગે ફીડબેક આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, `અંકિતા`ને તેના એક્સ બોયફ્રેન્ડને પરેશાન કરવાનો અદ્ભુત રસ્તો મળ્યો છે. બીજાએ કહ્યું અંકિતાએ એક્સ સાથે અલગ લેવલની રમત રમી છે. ત્રીજાએ લખ્યું કે આ કંપનીનો માર્કેટિંગ સ્ટંટ છે. અન્ય યુઝરે પૂછ્યું કે આ ટ્વીટ પછી અંકિતા હવે કેશ ઑન ડિલિવરી કરવાનું બંધ કરશે કે નહીં?
અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, સોશિયલ મીડિયા પર ક્યારે, શું વાયરલ થાય છે તે કહી શકાતું નથી. હવે માત્ર ઝૉમેટોની આ એક ટ્વીટ જુઓ. અત્યારે ઝમેટોના આ ટ્વીટ પર યુઝર્સે ખૂબ એન્જોય કર્યું છે.
ઝૉમેટો ફની ટ્વીટ કરવામાં માહેર
કહેવા માટે ઝૉમેટો (Zomato Funny Tweet) એક ફૂડ ડિલિવરી કંપની છે, પરંતુ તે સોશિયલ મીડિયા પર હંમેશા ફની ટ્વીટ કરે છે. અંકિતાના કિસ્સા પહેલા પણ કંપનીએ ઘણી વખત ફની ટ્વીટ કરી છે. તાજેતરમાં, જ્યારે ટામેટાંના ભાવમાં વધારો થયો હતો, ત્યારે તે સમયે પણ ઝૉમેટોએ એક ફની ટ્વીટ કરી હતી. આટલું જ નહીં, જ્યારે સરકારે 2000ની નોટ બંધ કરી હતી, ત્યારે તેણે તેના પર મજાકિયા અંદાજમાં ટ્વીટ પણ કર્યું હતું.