ઝિન્ગર ૨૧સી 3D પ્રિન્ટેડ કાર લંડનમાં પ્રદર્શનમાં મુકાઈ

29 June, 2022 09:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ કારને સામાન્ય રોડ પર પણ ચલાવી શકાય છે, પરંતુ એ ટ્રેક યુઝ માટે ખાસ બનાવાઈ છે

ઝિન્ગર ૨૧સી 3D પ્રિન્ટેડ કાર લંડનમાં પ્રદર્શનમાં મુકાઈ

ઝિન્ગર ૨૧સી નામની હાઇબ્રીડ હાઇપર કાર ૩૦ અન્ય કાર સાથે લંડનમાં પ્રદર્શન માટે મુકાઈ હતી. બે દિવસની આ પ્રદર્શનીમાં ફેરારી, બર્નેટો હસન - બેન્ટલી અને નવી મૅક્લારેન આર્ટુરાનો સમાવેશ હતો. જોકે ઝિન્ગર મહત્ત્વનું આકર્ષણ પુરવાર થઈ હતી. એની રચના ફાઇટર જેટ જેવી છે, જેમાં પૅસેન્જર (કો પાઇલટ તરીકે ઓળખાય છે) ડ્રાઇવરની બરાબર પાછળ બેસે છે. કાર માત્ર ૧.૯ સેકન્ડમાં ૬૨ માઇલ પ્રતિ કલાકની ઝડપ પકડે છે અને મૅક્સિમમ સ્પીડ ૨૫૩ માઇલ પ્રતિ કલાક છે. હાલમાં આ કારનાં માત્ર ૮૦ મૉડલ જ બનાવાયાં છે અને એની કિંમત ૧.૮ મિલ્યન પાઉન્ડ (અંદાજે ૧૭ કરોડ) છે. આ કારમાં 3D પ્રિન્ટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ ડ્રાઇવિંગ પોઝિશન કારને સંતુલિત રાખે છે, જે હાઇ સ્પીડ ટ્રેક વર્ક માટે જરૂરી છે. આ કારને સામાન્ય રોડ પર પણ ચલાવી શકાય છે, પરંતુ એ ટ્રેક યુઝ માટે ખાસ બનાવાઈ છે.

offbeat news