દુબઇના યુવરાજે સાઇકલ પર સવાર થઇને બે શાહમૃગ સાથે રેસ લગાવી

06 January, 2021 09:29 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

દુબઇના યુવરાજે સાઇકલ પર સવાર થઇને બે શાહમૃગ સાથે રેસ લગાવી

હમદમ બિન મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ

દુબઇના યુવરાજ શેખ હમદમ બિન મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે સાઇકલ પર સવાર થઇને બે શાહમૃગ સાથે રેસ લગાવવા સાથે નવા વર્ષને વધાવ્યું હતું. શાહમૃગો સાથે રેસ લગાવતા યુવરાજનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.

પ્રિન્સે તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર વિડિયો પોસ્ટ કર્યો હતો.

એક મિનિટ કરતાં થોડી લાંબી આ ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર ૪.૪ લાખ કરતાં વધુ વ્યૂ મળ્યા છે.

યુવરાજને ધરતી પરના સૌથી ઝડપી પક્ષીઓ સાથે સ્પર્ધા કરતા જોઇને નેટિઝન્સ ખુશ થઇ ગયા હતા.

એક યુઝરે લખ્યું હતું, “સંભાળજો, શાહમૃગની લાત જોરદાર હોય છે.”

ઉલ્લેખનીય  કે, ફઝ્ઝાના નામથી જાણીતા દુબઇના યુવરાજ અગાઉ એક પક્ષીએ તેમની મર્સિડિઝ એસયુવી પર માળો બાંધ્યો હોવાનું જાણ્યા બાદ તે કારનો ઉપયોગ કરવાનો ઇનકાર કરીને પ્રશંસા મેળવી ચૂક્યા છે. તે કારને લાલ અને સફેદ રંગની ટેપથી કોર્ડન કરી દેવાઇ હતી અને પ્રિન્સે તેમના હાઉસકીપિંગ અને ગરાજ સ્ટાફને તેટલી જગ્યાની નજીક ન ફરકવા તાકીદ કરી હતી, જેથી પક્ષીઓને ખલેલ ન પહોંચે.

પ્રિન્સે તે પક્ષીઓનો તેમનાં બચ્ચાંની સંભાળ લેતો વિડિયો પણ પોસ્ટ કર્યો હતો.

offbeat news international news dubai