યુટ્યુબરે સૌથી નાના ઘરમાં ૨૪ કલાક વિતાવ્યા

10 January, 2021 08:33 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

યુટ્યુબરે સૌથી નાના ઘરમાં ૨૪ કલાક વિતાવ્યા

યુટ્યુબરે જ્યાં સમય પસાર કર્યો તે ઘર

યુટ્યુબર રેયાન ત્રેહાને વિશ્વના સૌથી નાના ૨૫ ચોરસફુટના એરબીએનબીમાં ૨૪ કલાક વિતાવ્યા હતા. હાર્વર્ડ યુનિવર્સિટી સ્થિત આ હાઉસ ઓ વ્હીલ્સ શિલ્પકાર જેફ સ્મિથે ડિઝાઇન કર્યું હતું. રેયાન ત્રેહાને પોતાનો આ ઘરમાં રહેવાનો અનુભવ યુટ્યુબ પર વિડિયો અપલોડ કરીને શૅર કર્યો છે.

વિડિયોની શરૂઆતમાં રેયાન ત્રેહાને આ નાના ઘરને શૉપિંગ કાર્ટ કે રેફ્રિજરેટર સાથે સરખાવ્યું છે.

ચૅલેન્જ શરૂ કરતાં પહેલાં રેયાન ત્રેહાન જેફની મુલાકાત લે છે, જે તેને લીલા રંગના આ ઘરમાં રહેવા માટેની આવશ્યક સૂચના આપે છે.  રેયાન ઘરમાં રહીને પીત્ઝા મગાવે છે. આ ઘરમાં તેના નવા મિત્રો અને પાડોશના છોકરાઓ પણ મળવા આવે છે. જોકે પોલીસે તેને આ એરબીએનબીની જગ્યા બદલવાની તાકીદ કરતાં તેણે એરબીએનબીની જગ્યા પણ બદલવી પડી હતી. નાનાશા ઘરમાં બેસીને કંટાળેલા રેયાન ત્રેહાને પૉપકૉર્ન બનાવવાની કોશિશમાં આ ઘરમાં લગભગ આગ લગાવી દીધી હતી. જોકે પછીથી તેણે બધું મૅનેજ કરી પૉપકૉર્ન તૈયાર કરી એનો આનંદ ઉઠાવ્યો હતો. એરબીએનબીમાં ૨૪ કલાક વિતાવ્યા બાદ રેયાન ત્રેહાને એનો વિડિયો યુટ્યુબ પર અપલોડ કર્યો હતો. આ વિડિયોને અત્યાર સુધી ૩.૭ લાખ વખત જોવાયો છે.

offbeat news international news youtube