વિશ્વની સૌથી ખરાબ ઍર બીએનબી

30 October, 2020 08:51 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

વિશ્વની સૌથી ખરાબ ઍર બીએનબી

યુટ્યુબ પરથી લીધેલી તસવીરો

વેકેશનમાં કોઈ દૂરના પ્રદેશમાં રહેવા માટે ઍર બીએનબી નામે અપાર્ટમેન્ટ જેવાં અકોમોડેશન્સ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કેટલાક મસ્તીખોરોએ યુટ્યુબ પર વિડિયો અપલોડ કરીને લોકોની સાથે મશ્કરી કરી છે. એ યુટ્યુબ વિડિયોમાં ખુલ્લા ખેતરમાં ગાદલાં, ઓશીકાં, ટેબલ વગેરે ગોઠવીને લખ્યું છે, ‘લ્યો, બુક કરો તમારું ઍર બીએનબી. ‘પૅશન સ્ક્વૉડ’ નામે યુટ્યુબ ચૅનલ ચલાવતા એ મસ્તીખોરોનાં નામો રીઝ સિમોન્સ, જેમી કામઝ અને હિચીન છે.

આ બારકસોએ કરેલી મસ્તી તો ઠીક છે, પણ તેમને માથે સવાશેર કહેવાય એવા લોકોએ આ યુટ્યુબ વિડિયો જોઈને એ બુક કરાવવાનું શરૂ કર્યું હતું. એ જોઈને મસ્તીખોર યુટ્યુબર્સને પણ આશ્ચર્ય થયું હતું.

international news offbeat news united states of america