તમારો પાળેલો ડૉગી ખુશ છે, કે ‍ગુસ્સામાં, એ ગળામાં પહેરેલો પટ્ટો કહેશે

15 January, 2021 09:43 AM IST  |  Mumbai | Mumbai correspondent

તમારો પાળેલો ડૉગી ખુશ છે, કે ‍ગુસ્સામાં, એ ગળામાં પહેરેલો પટ્ટો કહેશે

તમારો પાળેલો ડૉગી ખુશ છે, કે ‍ગુસ્સામાં, એ ગળામાં પહેરેલો પટ્ટો કહેશે

દક્ષિણ કોરિયાની સ્ટાર્ટઅપ કંપની પેટપુલ્સ લૅબોરેટરીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત નવું સંશોધન કર્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ટેક્નૉલૉજી વડે એક ડૉગ-કૉલર બનાવ્યો છે. એ સર્વસામાન્ય ડૉગ-કૉલરની સરખામણીએ ઘણો ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ છે. એ ડૉગ-કૉલર પાળેલા શ્વાન કે અન્ય પ્રાણીની ખુશી, નારાજગી, રોષ, થાક વગેરે એના માલિક કે અન્યોને દર્શાવે છે. એ પ્રાણી બીમાર હોય કે તેને આરામની જરૂર હોય અથવા તેણે દિવસમાં કેટલો આરામ કર્યો છે એ પણ ડૉગ-કૉલરના માધ્યમથી જાણી શકાય છે. પાળેલાં પ્રાણી સંગ્રહાલયમાં રાખેલાં કે બહાર ફરતાં પ્રાણીઓની માનસિક સ્થિતિ કે લાગણીઓને સમજવી મુશ્કેલ હોય છે. ભલભલા જાણકારો કે અનુભવીઓ એમાં ગોથાં ખાઈ જાય છે. એ સંજોગોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઉપયોગિતા દક્ષિણ કોરિયાની પેટપુલ્સ લૅબોરેટરીએ સિદ્ધ કરી છે. આ ડૉગ-કૉલર વિશે સોશ્યલ મીડિયા પરની ચર્ચામાંલોકો કહે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૂતરું ભસે ત્યારે શું કહેવા ઇચ્છે છે એનો અંગ્રેજી કે અન્ય ભાષાઓમાં અનુવાદ કરી આપે એની રાહ જોવાઈ રહી છે.

international news offbeat news