કોરોનાથી બચવા યુવક ત્રણ મહિના ઍરપોર્ટમાં છુપાઈ રહ્યો

20 January, 2021 08:36 AM IST  |  California | Gujarati Mid-day Correspondent

કોરોનાથી બચવા યુવક ત્રણ મહિના ઍરપોર્ટમાં છુપાઈ રહ્યો

આદિત્ય સિંહ

ઓહારે ઇન્ટરનૅશનલ ઍરપોર્ટની એક આશ્ચર્યજનક ઘટનામાં કૅલિફૉર્નિયાનો ૩૬ વર્ષનો એક માણસ કોરોના થઈ જવાની બીકે છેલ્લા ત્રણ મહિના કરતાં વધુ સમયથી ઍરપોર્ટની અંદર રહેતો હોવાનું માલૂમ પડ્યું હતું.

આદિત્ય સિંહ નામનો માણસ ૧૯ ઑક્ટોબરે લૉસ ઍન્જલસથી ઓહારે ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પહોંચ્યો હતો. ત્યારથી તે મહામારી વચ્ચે હવાઈ મુસાફરી ટાળવા માટે ઍરપોર્ટના એક સલામત ભાગમાં રહેતો હતો.

સિંહ ૧૬ જાન્યુઆરી સુધી સલામત ઝોનમાં રહ્યો હતો ત્યાર બાદ ઍરલાઇન્સના બે કર્મચારીઓની નજરે ચડ્યો હતો.

ઘટના ધ્યાન પર આવતાં સિંહની ધરપકડ કરવામાં આવી હતી. સિંહ હૉસ્પિટાલિટીમાં માસ્ટર્સ ડિગ્રી ધરાવે છે. જોકે અત્યારે તે બેરોજગાર છે અને લૉસ ઍન્જલસ ખાતે તેના રૂમમેટ્સ સાથે રહે છે.

આ ઘટનાની તપાસ ચાલી રહી છે ત્યારે અમે એ જાણી શક્યા છીએ કે આ માણસથી ઍરપોર્ટને કે પ્રવાસ ખેડી રહેલા પૅસેન્જરોને કોઈ જોખમ નહોતું. આ મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવશે એમ શિકાગો ડિપાર્ટમેન્ટ ઑફ એવિએશન (સીડીએ)ની યાદીમાં જણાવાયું હતું.

coronavirus covid19 offbeat news international news california