ઓવલ શેપના ગાર્ડનની આવી કૉલોની તમને માત્ર કોપનહેગનમાં જ જોવા મળશે

16 February, 2021 09:20 AM IST  |  Copenhage | Gujarati Mid-day Correspondent

ઓવલ શેપના ગાર્ડનની આવી કૉલોની તમને માત્ર કોપનહેગનમાં જ જોવા મળશે

ઘરની આસપાસમાં ગાર્ડન હોય એવું તો કોઈ પણ લક્ઝુરિયસ બંગલામાં જોવા મળે. મોટા ભાગે બંગલાના પ્લૉટ્સ ચોરસ, લંબચોરસ કે ખૂણાવાળા આકારના હોય, પરંતુ ડેન્માર્કના કોપનહેગન શહેરમાં ઓવલ શેપની કમ્યુનિટી ફુલીફાલી છે. કોપનહેગનના નીરુમ જિલ્લામાં એક ટાઉનશિપમાં ૪૦ ઓવલ ગાર્ડન બંગલોઝ છે. ૧૯૪૮માં આ પ્રોજેક્ટ ડિઝાઇન થયેલો જેમાં ૨૫ બાય ૧૫ મીટરનો બગીચો ડિઝાઇન કરવામાં આવ્યો છે. આમ તો આખી ટાઉનશિપમાં ગ્રીન ઘાસ ઉગાડેલું છે અને એમાં પ્લૉટ પાડ્યા છે એ ઓવલ શેપનાં છે. દરેક વ્યક્તિને એ ઓવલ શેપના ગાર્ડનમાં જ્યાં મન ફાવે એ જગ્યાએ રહેવાનું કોટેજ બનાવવાની છૂટ છે, પણ આ ગાર્ડનવાળા ઘરના બારણાં સુધી તમે તમારી પોતાની કાર લઈને જઈ શકો એમ નથી. એટલું

જ નહીં, અહીં ખુલ્લા વૉકિંગ રસ્તા પણ નથી. બધાએ બગીચામાં ચાલીને જ પોતાને ફાળવવામાં આવેલા પ્લૉટ

સુધી પહોંચવું પડે છે. બધાની ગાડીઓ આ ગાર્ડન ટાઉનશિપની બહાર એક સાથે પાર્ક કરવામાં આવે છે. એને કારણે ઘરની આજુબાજુમાં તમને મસ્ત કુદરતી અને સ્વચ્છ હવાવાળું વાતાવરણ મળે છે અને ઘરથી ગાડી સુધી કમ્પલસરી કુદરતી હરિયાળીમાં ચાલીને જ આવવું-જવું પડે. કોઈક આને અગવડ તરીકે પણ જોઈ શકે છે, પણ આ વ્યવસ્થાને કારણે ઘરોમાં મળતી શાંતિ બીજે ક્યાંય મળી શકે એમ નથી. નજીકની ટોચ પાસેથી જ્યારે આ ટાઉનશિપની તસવીરો લેવામાં આવે છે ત્યારે એ ઉપરથી કેટલી નયનરમ્ય છે એ તો તમે તસવીરમાં જોઈને નક્કી કરી લો.

offbeat news international news denmark