સાડાત્રણ વર્ષના ટેણકા‍નો આઇક્યુ જાણશો તો તમે છક થઈ જશો

29 July, 2021 02:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ નાનકડો છોકરો ૩૦ સુધીના ઘડિયા તો સહેજ પણ ભૂલ વગર કડકડાટ બોલે છે. અઘરા શબ્દો સરળતાથી બોલે છે. દરેક દેશની રાજધાનીની વિગતો તેને યાદ છે. 

સાડાત્રણ વર્ષના ટેણકા‍નો આઇક્યુ જાણશો તો તમે છક થઈ જશો

લુધિયાણાની સેક્રેડ હાર્ટ કૉન્વેન્ટ સ્કૂલના સાડાત્રણ વર્ષના વિદ્યાર્થી કુંવર પ્રતાપનો ઇન્ટેલિજન્સ ક્વૉશન્ટ (આઇક્ય‍ુ) જોઈને લોકો આશ્ચર્યમાં પડી જાય છે. આ ઉંમરમાં તેની બુદ્ધિ અને યાદશક્તિ ૧૦ વર્ષનાં બાળકો જેવી છે. તેને ૪૦ સુધીના ઘડિયા યાદ છે. પરંતુ એ નાનકડો છોકરો ૩૦ સુધીના ઘડિયા તો સહેજ પણ ભૂલ વગર કડકડાટ બોલે છે. અઘરા શબ્દો સરળતાથી બોલે છે. દરેક દેશની રાજધાનીની વિગતો તેને યાદ છે. 
કુંવર પ્રતાપ જે કૉલોનીમાં રહે છે ત્યાંના રહેવાસીઓના ઘર નંબર તથા અન્ય વિગતો તેને બરાબર યાદ છે. તે કોઈ પણ નંબરનો પ્રાઇમ નંબર જોડે ગુણાકાર કરી શકે છે. તેને પુસ્તકો વાંચવાનો શોખ છે. કુંવર પ્રતાપે એક મિનિટમાં વિશ્વનાં ૨૭ ઐતિહાસિક સ્થળોનાં નામો બોલીને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સ અને એશિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં ગ્રાન્ડ માસ્ટર તરીકે સ્થાન મેળવ્યું છે. તેણે એક મિનિટમાં ૧૪ મલ્ટિપ્લિકેશન ટેબલ્સ ઉકેલ્યાં હતાં. એ બાળકે ઇન્ટરનૅશનલ બુક ઑફ રેકૉર્ડ્સમાં ૧થી ૩૦ સુધીના ઘડિયા બોલવાનો, ૪૮ સેકન્ડ્સમાં ભારતનાં વિવિધ રાજ્યોની રાજધાની બોલવાનો અને ૨૩ મિનિટ ૪૮ સેકન્ડ્સમાં સૌથી વધારે ૨૭ પુસ્તકો વાંચનાર તરીકે વિક્રમો નોંધાવ્યા હતા.

offbeat news