આ પુસ્તક વાંચવા માટે એને સળગાવવું પડે છે

28 June, 2020 08:24 AM IST  |  Mumbai | Mumbai correspondent

આ પુસ્તક વાંચવા માટે એને સળગાવવું પડે છે

આ પુસ્તક વાંચવા માટે બાળવી પડશે...

પહેલાંના જમાનામાં ગુપ્ત સંદેશાઓની આપ-લે માટે રાજવીઓ કાગળ પર એવી શાહીથી લખતા કે જે કાં તો આગની ગરમીથી જ દેખાય અથવા તો પાણીમાં ડુબાડો તો જ ઊપસી આવે. આવું જ એક પુસ્તક હાલમાં સોશ્યલ મીડિયા પર આશ્ચર્ય જગાવી રહ્યું છે.
ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા એક વિડિયોમાં આ અનોખા પુસ્તકનો પરિચય કરાવવામાં આવ્યો છે. વિડિયોમાં પુસ્તકનાં પાનાં એકદમ કાળાધબ છે. એને ખોલતાં કાળા પાના પર એક પણ અક્ષર વંચાતો નથી, પરંતુ લાઇટર સળગાવીને એની જ્યોત કાગળની નીચે મૂકતાં એમાંના અક્ષર વંચાવા માંડે છે. એ વિડિયો-ક્લિપ લોકોને ટૉમ રીડર્સ ડાયરી કે હૅરી પૉટરના મરુડર્સ મૅપની યાદ અપાવે છે. રે બ્રેડબરીના ફેરનહાઇટ-૪૫૧ નામના પુસ્તકનાં પાનાં કાર્બન જેવાં કાળાં લાગે છે, પરંતુ અગ્નિના સ્પર્શથી એમાંના અક્ષરો વંચાવા માંડે છે. ટ્વિટર પર આ પુસ્તક વિશેની વિડિયો-ક્લિપને ૭૦૦૦થી વધારે લાઇક્સ મળી છે.

offbeat news international news