સ્પેનની એક હોટેલમાં મફત રહી શકો, પણ બધા જ તમને જોઈ શકે

06 July, 2022 09:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્પેનના ઇબિસા ટાપુ પર એક હોટેલ-રૂમ છે, જ્યાં પ્રવાસી મફત રહી શકે, પરંતુ એક શરત છે.

સ્પેનની એક હોટેલમાં મફત રહી શકો, પણ બધા જ તમને જોઈ શકે

સ્પેનના ઇબિસા ટાપુ પર એક હોટેલ-રૂમ છે, જ્યાં પ્રવાસી મફત રહી શકે, પરંતુ એક શરત છે. પૅરાડિસો આર્ટ હોટેલમાં ઝીરો નામનો એક સ્વીટ છે, જેમાં દીવાલ નથી, કાચ લગાડાયેલા છે અને એ હોટેલની લૉબીમાં છે. આ સ્વીટમાં પ્રવાસી એક રાત મફત રહી શકે છે. તાજેતરમાં ટિકટૉકર ઑલિમ્પિયા એનલે આ સ્વીટમાં રોકાઈ હતી. તેણે કહ્યું કે મેં ઘણા મિત્રો બનાવ્યા છે. તેણે વધુમાં કહ્યું કે આ સ્વીટમાં તમે મફત રહી શકો, પરંતુ રૂમમાં કાચની દીવાલ છે. ત્યાં એક બાથરૂમ પણ છે, પણ એ અપારદર્શક છે. ઘણા લોકોને આ વાત આશ્ચર્યજનક લાગતી હતી તો ઘણાએ સ્વીકાર્યું કે આ સ્વીટમાં જઈ ન શકાય, ભલે મફતમાં હોય. જોકે હોટેલમાં અન્ય સ્વીટ પણ છે અને એમાં કાચ નથી, કૉન્ક્રીટ દીવાલ છે.

offbeat news spain