ચાઇનીઝ માંજાથી મૃત્યુ થશે તો એ અકસ્માત નહીં, હત્યા મનાશે : યોગી આદિત્યનાથ

06 February, 2026 09:52 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ચાઇનીઝ માંજાને કારણે થતી દુર્ઘટનાઓ સામે સખત વલણ અપનાવ્યું છે.

યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ચાઇનીઝ માંજાને કારણે થતી દુર્ઘટનાઓ સામે સખત વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું હતું કે ‘ચાઇનીઝ માંજાથી થતા મૃત્યુને અકસ્માત નહીં, હત્યા માનવામાં આવશે. ચાઇનીઝ માંજાથી થતા મૃત્યુને ગંભીર અપરાધની શ્રેણીમાં લેવામાં આવે અને આવા કેસમાં કઠોર કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ.’

ઉત્તર પ્રદેશમાં ચાઇનીઝ માંજાનું વેચાણ કે સંગ્રહ કરવા પરના પ્રતિબંધને વધુ કડક રીતે સુનિશ્ચિત કરવામાં આવશે. યોગી આદિત્યનાથે પોલીસને નિર્દેશ કર્યો છે કે રાજ્યમાં ક્યાંય પણ વેપારીઓ દ્વારા ચાઇનીઝ માંજો બનતો હોય કે સંગ્રહ થતો હોય તો એ માટે છાપામારી અભિયાન ચલાવવામાં આવે.

national news india uttar pradesh yogi adityanath murder case Crime News