કર્ણાટકના મંદિરમાં ૧૦૦૮ કિલો સૂકાં મરચાંથી થયો હવન

08 January, 2019 09:28 AM IST  | 

કર્ણાટકના મંદિરમાં ૧૦૦૮ કિલો સૂકાં મરચાંથી થયો હવન

લો બોલો, મરચાંથી હવન કર્યો

કર્ણાટકના દાવણગેરે જિલ્લામાં આવેલા તીક્ષ્ણ પ્રત્યંગીરા દેવી મંદિરમાં શનિવારે અમાવસ્યા નિમિત્તે હવન કરવામાં આવ્યો હતો. આ હવનમાં સેંકડો શ્રદ્ધાળુઓ સામેલ થયા હતા. આ હવનમાં દેવી માને ખુશ કરવા માટે ૧૦૦૭ કિલો સૂકાં લાલ મરચાં અને ઉપરાંત શાકભાજી, નારિયેળ અને અન્ય મીઠાઈઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મંદિરના ગુરુ અઘોર કિશોર ગણપતિ રાટનું કહેવું હતું કે આ હવન સિનેમા અને વેપારીઓનો બિઝનેસ વધારશે અને લોકોની આવરદા વધારશે.

આ પણ વાંચોઃ નારાજ પત્નીને મનાવવા પતિએ છાતી પર ચીતરાવ્યું: હું જુઠ્ઠો અને દગાબાજ છું

નગરપાલિકા પાસે આ હવન માટેની પરવાનગી માગવામાં આવી ત્યારે તેમને ડર હતો કે મરચાંવાળો હવન થશે તો હવામાં ખૂબ ઝેરીલો ધુમાડો થશે અને હાજર લોકોને ખાંસીની અને આંખો બળવાની તકલીફ થશે. જોકે ખરેખર હવન થયો ત્યારે આવું કંઈ જ ન થયું. આયોજકોએ હવનની સામગ્રીને બદલે ૧૦૦૮ કિલો સૂકાં લાલ મરચાં, ૧૦૦૮ નારિયેળ, સફરજન, મોસંબી, દાડમ, મીઠાઈ અને ૧૦૦૮ કિલો શાકભાજી વાપર્યા હતાં.

offbeat news national news