સ્પીડમાં ટેસ્લાને ટક્કર મારે એવી શાઓમીની ઇલેક્ટ્રિક કાર લૉન્ચ થઈ ૫૮ લાખ રૂપિયામાં

26 March, 2024 11:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દાવો થઈ રહ્યો છે કે સ્પીડની બાબતમાં એ ટેસ્લાને ટક્કર મારશે

શાઓમીની પહેલી ઇલેક્ટ્રિક કાર

ચાઇનીઝ સ્માર્ટફોન મેકર શાઓમીની પહેલી ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં મુકાઈ છે. શાઓમી SU7 મૉડલ ચીનના હૅન્ગઝોઉ શહેરની એક શૉપમાં જોવા મળી હતી. બે અલગ-અલગ વર્ઝનમાં રજૂ થયેલી આ કાર શાઓમીનું પહેલું ઇલેક્ટ્રિક કાર ઍડ્વેન્ચર છે. દાવો થઈ રહ્યો છે કે સ્પીડની બાબતમાં એ ટેસ્લાને ટક્કર મારશે. એની કિંમત અત્યારે ચીનમાં પાંચ લાખ યુઆન એટલે કે આશરે ૭૦,૦૦૦ ડૉલર છે. ભારતીય ચલણમાં એની કિંમત લગભગ ૫૮ લાખ રૂપિયાથી વધુ છે.

offbeat videos offbeat news