વિશ્વના સૌથી ટચૂકડા ભાઈએ દુનિયામાંથી વિદાય લીધી

19 January, 2020 08:49 AM IST  |  Mumbai Desk

વિશ્વના સૌથી ટચૂકડા ભાઈએ દુનિયામાંથી વિદાય લીધી

નેપાલના ૨૭ વર્ષના ખગેન્દ્ર થાપા મગરનું કદ એટલું નાનું હતું કે વિશ્વભરમાં એને કારણે તેમને પ્રખ્યાતિ મળેલી. દુનિયાના સૌથી ઠીંગણા વ્યક્તિનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ ધરાવતા ખગેન્દ્રનું શુક્રવારે અવસાન થયું હતું. માત્ર બે ફુટ બે ઇંચની હાઈટ ધરાવતા ખગેન્દ્રને ન્યુમોનિયાની સારવાર માટે કાઠમંડુના પોખરા ગામની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઠીંગુજી હોવાને કારણે તેને નેપાલમાં અનેક સેલિબ્રિટી જેટલું મહત્ત્વ મળતું હતું. આ સાથેની તસવીર ૨૦૧૦માં લીધેલી છે જેમાં ભાઈસાહેબ મિસ નેપાલની સાથે ફોટો પડાવી રહ્યા છે.

nepal international news national news offbeat news