રીસાઇકલ્ડ મટીરિયલ્સમાંથી બનાવ્યું સૌથી વિશાળ ટી-શર્ટ

26 May, 2023 02:20 PM IST  |  Bucharest | Gujarati Mid-day Correspondent

૨૭ માર્ચના જ્યારે આ ટી-ર્શટને હવામાં લહેરાવવામાં આવ્યું ત્યારે એની લંબાઈ ૩૫૭.૪૮ ફુટ અને પહોળાઈ ૨૪૧.૦૮ ફુટ માપવામાં આવી હતી.

ફેડરેશન ઑફ રોમાનિયા

રીસાઇકલ્ડ મટીરિયલ્સમાંથી વિશ્વનું સૌથી મોટું ટી-શર્ટ બનાવવાનો રેકૉર્ડ બનાવવામાં આવ્યો છે. લોકો વધુને વધુ આવી રીસાઇકલ્ડ વસ્તુઓનો ઉપયોગ કરે એ માટે ફેડરેશન ઑફ રોમાનિયા દ્વારા એક રગ્બી પિચ જેટલા જેટલા મોટા કદનું ટી-શર્ટ બનાવ્યું છે.

૨૭ માર્ચના જ્યારે આ ટી-ર્શટને હવામાં લહેરાવવામાં આવ્યું ત્યારે એની લંબાઈ ૩૫૭.૪૮ ફુટ અને પહોળાઈ ૨૪૧.૦૮ ફુટ માપવામાં આવી હતી. પાંચ લાખ કરતાં વધુ રીસાઇકલ્ડ પ્લાસ્ટિકની બૉટલમાંથી આ ટી-શર્ટ બનાવવામાં આવ્યું છે. આટલી બૉટલ ભેગી કરતાં ત્રણ સપ્તાહ કરતાં વધુ સમય અને એને સીવતાં એક મહિના જેટલો સમય લાગ્યો હતો. રોમાનિયાની રગ્બી ટીમની જર્સી જેવી એની ડિઝાઇન પસંદ કરવામાં આવી છે. અસોસિએશન ૧૧ નામક સંસ્થાએ નવો રેકૉર્ડ બનાવવા માટે આ અભિયાન ચલાવ્યું હતું. 

offbeat news international news romania guinness book of world records