કાચના શિલ્પકારની વિશ્વની સૌથી મોટી કૃતિ

19 July, 2020 03:49 PM IST  |  Mumbai Desk | Mumbai correspondent

કાચના શિલ્પકારની વિશ્વની સૌથી મોટી કૃતિ

વિશ્વની સૌથી મોટી શિલ્પકૃતિ બાળકોએ રમતાં રમતાં તોડી દીધી...

સ્પેનના કાચના શિલ્પકાર મિગેલ એરિબાસે ૫૦૦ કલાક કરતાં વધારે સમય મહેનત કરીને રચેલું વિશ્વનું સૌથી મોટું કાચનું શિલ્પ તૂટી ગયું છે. સિન્ડ્રેલા કેસલ કરતાં વધારે મોટો કિલ્લો કે ગઢ કાચ પર ખાસ હૉટ પ્રોસેસ કરીને બનાવ્યો હતો. ૨૦૧૬માં મ્યુઝિયમની પાંચમી વર્ષગાંઠે મિગેલ એરિબાસે શાંઘાઈ મ્યુઝિયમ ઑફ ગ્લાસને એ મૂલ્યવાન કલાકૃતિ ભેટ આપી હતી. ગયા અઠવાડિયે શાંઘાઇ મ્યુઝિયમ ઑફ ગ્લાસના અધિકારીઓએ સ્પેનના કલાકાર એરિબાસનો ફૅન્ટસી કેસલ ૩૦ મેએ તૂટી ગયાની જાહેરાત કરી હતી. પ્રદર્શિત કરવામાં આવેલી એ કાચની કલાકૃતિ મ્યુઝઝિયમમાં રમતાં બે બાળકોની અડફેટે આવતાં તૂટી ગઈ હતી. ૬૦ કિલો વજનના પાંચ લાખ ગ્લાસ લૂપ્સ વડે એ કિલ્લો બનાવાયો હતો. અંદરના મિનારા ૨૪ કૅરૅટ સોનાના બનાવ્યા હતા. એમાં લગભગ ૬૦ કિલો વજનના ઇન્ડિવિજ્યુઅલ પાર્ટ્સ ગોઠવાયા હતા. એ કાચના શિલ્પની કિંમત લગભગ ૪૯ લાખ રૂપિયા હતી.
જે બાળકોની દોડધામમાં કાચનો કિલ્લો તૂટ્યો હતો તેમનાં માતા-પિતાએ માફી માગતાં સમારકામનો ખર્ચ આપવાની તૈયારી દર્શાવી છે એથી મ્યુઝિયમના અધિકારીઓએ સમારકામ માટે મિગેલ એરિબાસનો સંપર્ક સાધ્યો હતો, પરંતુ કોરોના રોગચાળાના લૉકડાઉન તથા પ્રવાસ નિયંત્રણોના માહોલમાં શિલ્પકાર હાલમાં ચીન જઈ શકે એમ નથી.

international news offbeat news