વિશ્વની પહેલી હરતી-ફરતી બોલિંગ એલી ખૂલી

30 November, 2020 08:02 AM IST  |  Michigan | Gujarati Mid-day Correspondent

વિશ્વની પહેલી હરતી-ફરતી બોલિંગ એલી ખૂલી

હરતી-ફરતી બોલિંગ એલી

હવે તો મુંબઈમાં ઘણા મૉલ્સમાં બોલિંગ એલી ખૂલી ગઈ છે, પણ હજીયે એ ઇલાઇટ ક્લાસની ગેમ જ રહી છે. જોકે અમેરિકાના મિશિગનમાં રહેતા ઑન્ટ્રપ્રનર ટેરેન્સ જૅક્સન જુનિયરે ૫૩ ફુટના ટ્રક ટ્રેલરને એક્સક્લુઝિવ એન્ટરટેઇનમેન્ટ સેન્ટર ઑન વ્હીલ્સ બનાવ્યું છે. ૩૪ વર્ષના ટેરેન્સે બનાવેલી બોલિંગ એલીમાં લક્ઝરી સ્ટ્રાઇક બોલિંગમાં ડ્યુઅલ ઑટોમૅટિક બોલિંગ ફૅસિલિટી છે. નિયોન લાઇટિંગ, ૮૦ ઇંચની થિયેટર સ્ક્રીન, સ્કાય લાઉન્જ અને સ્ટેટ ઑફ ધ આર્ટ સાઉન્ડ સિસ્ટમ છે. આ નવી ફૅસિલિટી લૉકડાઉન અને કોરોનાના સમયમાં બહુ જ લોકપ્રિય થઈ છે.

international news offbeat news united states of america michigan